Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોટો જી-૬ પ્લસ સ્‍માર્ટફોનનું લોન્‍ચીંગઃ ૧૬પ ગ્રામ વજન

મુંબઇઃ મોટોરોલાએ આજે એટલે કે 10 સપ્ટેમ્બરે ભારતમાં પોતાનું લેટેસ્ટ ડિવાઈસ લોન્ચ Moto G6 Plus લોન્ચ કર્યું છે. ફોનને બ્રાઝિલમાં પહેલા લોન્ચ કરી દેવાયો હતો. ફોન મિડ-રેન્જ સ્માર્ટફોન છે. ફોનની કિંમત 22,499 રૂપિયા રાખવામાં આવી છે. અમેઝોન પરથી ફોન ખરીદી શકાય છે. ડિવાઈસમાં ડ્યૂ્અલ રિયર કેમેરા સેટઅપ, સ્નેપડ્રેગન 630 પ્રોસેસર અને ફાસ્ટ ચાર્જિંગ જેવી ખૂબીઓ છે.

ડ્યૂઅલ સિમ Moto G6 Plusમાં 5.9 ઈંચ ફૂલ HD+ IPS સ્ક્રીન આપવામાં આવી છે. આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ફોનમાં રિયર ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે જેમાં 12 મેગાપિક્સલ પ્રાઈમરી અને 5 મેગાપિક્સલ સેકંડરી સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર કામ કરે છે.

ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 630 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 6GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. ફોનના ફ્રંટમાં સ્ક્રીનની નીચે ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. તેની નીચે મોટોરોલાનો લોગો છે. ફોનમાં 3200 mAhની બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Moto G6 Plusનું ડાયમેન્શન 159.9×75.5×7.99 મિલીમીટર અને વજન 165 ગ્રામ છે.

(5:35 pm IST)