Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હવે ફકત બે દિવસમાં બદલી શકાશે મોબાઇલ ઓપરેટર

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કંપનીઓ માટે ઘડી નવી ગાઇડલાઇન્સ

મુંબઇ તા.૧૦: પોતાના વર્તમાન નંબરમાં ફેરફાર કર્યા વિના મોબાઇલ ઓપરેટર બદલવાની સુવિધા મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) હવે વધુ સરળ બની જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓય ઇન્ડિયા (TRAI) જલ્દી જ MNP માં લાગનારો સમય ૭ દિવસથી ઘટાડીને બે દિવસ કરવાની તૈયારીમાં છે. MNP સુવિધાને યુઝર્સ માટે વધુ સરળ બનાવવા  TRAI એ એપ્રિલમાં એક ડ્રાફટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફટમાં MNP ને લઇને નવી ગાઇડલાઇન્સ અને નિયમ બનાવવામાં આવ્યાં હતાં.

નવા નિમયો લાગુ થયા બાદ MNP કરાવવા માટે ગ્રાહકોને ૭ દિવસ સુધી રાહ નહીં જોવી પડે. TRAI એ  સમયસીમાને ૭ દિવસથી ઘટાડીને બે દિવસ કરવાનો નવો નિયમ બનાવ્યો છે, જેને જલ્દી જ લાગું કરી દેવામાં આવશે. જો આવું થશે તો યુઝર્સ ફકત બે દિવસમાં જ પોતાનો મોબાઇલ ઓપરેટર બદલી શકશે. જમ્મુ-કાશ્મીર અને નોર્થ-ઇસ્ટ રાજયોમાં આ સમયસીમા ૧૫ દિવસની છે.(૧.૩)

(11:56 am IST)