Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

૨૦૧૯ થી બી.એડનો અભ્યાસક્રમ ચાર વર્ષ થવાની સંભાવના NCTE મુકયો પ્રસ્તાવ

દેશભરમાં એક સરખો અભ્યાસક્રમ માનવ સંસોધન વિકાસ મંત્રાલયને કરાઇ દરખાસ્ત

રાજકોટ તા ૧૦ : બેચલર ઓફ એજયુકેશન અર્થાત બી.એેડ અભ્યાસક્રમમાં ફરી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પહેલા ૧ વર્ષી બે વર્ષ અને હવે બી.એેઙ કલર્સની મુોત ૪ વર્ષની કરવામાં આવશે. માનવ સંશોધન વિકાસ મંત્રાલયે કહ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલા બે વર્ષના કોર્સને ૪ વર્ષમાં ફેરવવાની તૈયારી ચાલી રહેી છે. આ નિર્ણય શિક્ષણ પ્રણાલીમાં શૈક્ષણિક સ્તર સુધારવા માટે લેવામાં આવી રહ્યો છે.

આ નિર્ણય પાછળનલ ઉદ્ેશ્ય છે કે ભવિષ્યમાં સ્કુઇના ટીચર્સ બ્લૂ વ્હેલ ચેલેન્જ, મનોવૈજ્ઞાનિક સાયબર ગેમ્સ અને અન્ફ કોઇ પણ પ્રકારની ધમકી આપતી ગેમ્સની સમસ્યાથી વિદ્યાર્થીઓને મુકત કરાવવા માટે થૈયાર રહે, સુત્રોના જણાવ્યા અનુસાર ૪ વર્ષનાબી.એડ કોર્સની શરૂઆત આગામી વર્ષ એટલે ૨૦૧૯ થી કરાશે. આ માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજયુકેશન (એનસીટીઇ) ની તરફથી માનવ સંશોધન વિકાસ મંત્રાલયને બી.એડ કોર્સમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવ મોકલાયો છેે.

(11:51 am IST)