Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમિત શાહનો એક ફોન કોલ...અને શિવસેનાએ ભારત બંધને સમર્થન પાછુ ખેંચ્‍યુ

મુંબઈઃ ભાજપના સાથી પક્ષ શિવસેના પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરી રહી છેઃ પરંતુ તે ભારત બંધમાં સામેલ નથીઃ શનિવાર સુધી શિવસેના ભારત બંધના એલાનને સમર્થન આપતી હતી પરંતુ અચાનક રવિવારે ભાજપના અધ્‍યક્ષ અમિત શાહના એક ફોન બાદ શિવસેનાએ ભારત બંધને આપેલુ સમર્થન પાછુ ખેંચી લીધુ હતુઃ અમિત શાહ ઉપરાંત મુખ્‍યમંત્રી ફડણવીશે પણ શિવસેનાને ફોન કર્યો હતોઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેના કેન્‍દ્ર અને રાજ્‍ય બન્ને જગ્‍યાએ ભાજપ સાથે ગઠબંધનમાં છેઃ શિવસેનાના એક નેતાના જણાવ્‍યા પ્રમાણે અમિત શાહ અને ફડણવીશનો ફોન આવ્‍યો હતો જે પછી અમે બંધને સમર્થન પાછુ ખેંચવાનો નિર્ણય લીધો હતો

(11:22 am IST)