Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજસ્થાન સરકારે પેટ્રોલ -ડીઝલમાં ચાર ટકા વેટ ઘટાડ્યો :ગુજરાતમાં રાહત કયારે ?

રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 2,50 રૂપિયા સસ્તું થશે :પેટ્રોલમાં 30 ટકાથી ઘટાડીને 26 ટકા અને ડીઝલમાં વેંત 22 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો

જયપુર :સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા વચ્ચે રાજસ્થાન સરકારે થોડી રાહત આપી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 4 ટકા વેટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજ્યની જનતાને ભાવવધારાથી રાહત મળશે. મુખ્યમંત્રી વસુંધરાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલી કિંમતોને લઈને 10 સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે.

  રાજસ્થાન સરકારે ભાવ ઘટાડતા એવો પણ સવાલ થાય છે કે જો રાજસ્થાન સરકાર વેટ ઘટાડી શકતી હોય તો ગુજરાત સરકાર વેટ કેમ ન ઘટાડી શકે? તેવા સવાલો ઉઠી રહ્યાં છે
   મુખ્યમંત્રી વસુંધરા રાજેએ હનુમાનગઢના રાવતસરમાં રામચન્દ્ર મટોરિયાની મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઓછો કરવાની જાહેરાત કરી હતી. વસુંધરા રાજેએ કહ્યું હતું કે પેટ્રોલ પર જે 30 ટકા વેટ છે તે ઘટાડીને 26 ટકા અને ડીઝલ પર જે વેટ 22 ટકા છે તે ઘટાડી 18 ટકા કરી દીધો છે. આ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ 2.50 રૂપિયા લીટરે ઓછા થશે. રવિવારે રાત્રે 12 કલાકેથી નવો દર અમલમાં મુકાશે.

(8:47 am IST)