Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

બે દિ'થી ધોધમાર : અમદાવાદના મોટાભાગના વિસ્તારો સતત પાણીમાં ગરકાવ

સરખેજ-ચાંદખેડામાં ૬ થી ૭ ઈંચ : અનેક વિસ્તારોમાં ૪ થી ૫ ઈંચ : ૪ અન્ડરપાસ સુરક્ષા માટે બંધ કર્યા : વાસણા - બેરાજના દરવાજાઓ ખોલ્યા

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮ ઈંચ વરસાદ ખાબકયો છે. જયારે સરખેજમાં ૭ ઈંચ, ચાંદખેડામાં ૬ ઈંચ વરસાદ ખાબકયો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પણ સરેરાશ ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

અમદાવાદમાં શુક્રવારે રાતે ૭ વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે ભારે પવન ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. સાઉથ બોપલમાં આવેલા કલબ બ્૭ રોડ પર સ્થિત નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધસી પડતા ૪ લોકો દટાયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે સારવાર દરમિયાન બે લોકોનાં મોત નીપજયાં હતાં.

રાતભરના વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું ગયું છે. ખોખરાથી હાટકેશ્વર, સી.ટી.એમ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મણિનગર ગોરના કુવા વિસ્તારમાં પાણી ભરાયા છે. અમરાઈવાડી મેટ્રો રેલની પાસે જનતાનગર, ગાયત્રીનગર, રાજપુર પોસ્ટ ઓફિસ પાસે તેમજ જોગણી માતાના મંદિર પાસે પાણી ભરાયા છે. વટવા પુનિતનગર રેલવે ફાટક, ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા, મિલ્લતનગર વિસ્તાર ઈશનપુર રોડ, મણિનગર જવાહરચોક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.

અમદાવાદમાં ૪ અન્ડરપાસને સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અને પરિમલ ગાર્ડન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજના ૬ ગેટ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને તેમાંથી ૬૦૦૦ કયુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

અમદાવાદમાં ૨ના મૃત્યુ : ૪ દટાયા છે

અમદાવાદ : શહેરમાં માત્ર ૩ ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. સાઉથ બોપલમાં આવેલા કલબ બ્૭ રોડ પર સ્થિત નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધસી પડતા ૪ લોકો દટાયા હતા. બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને સોલા સિવિલ લઇ જવાયા હતા, જયાં સારવાર દરમિયાન બેના મોત નીપજયાં છે. શહેરમાં આઠ જેટલા ઝાડ પડવાના બનાવ નોંધાયા છે.

(1:33 pm IST)