Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

દેશમાં પ્રેકટિસ કરતાં ૫૭ ટકા ડોકટર અયોગ્ય, ૩૧ ટકા ડોકટર ૧૨ પાસ, સરકારે હવે માન્યું

ગ્રામીણ વિસ્તારો અને ગરીબ આબાદી વચ્ચે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી. ત્યારે અનકવોલિફાઈડ ડોકટર્સની ભરમાર છે

નવી દિલ્હી,તા.૧૦: દેશના મોટાભાગના એલોપેથીની પ્રેકિટસ કરનારા ડોકટર્સ અંગૂઠાછાપ છે. આ જાણકારી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આપી છે. રાષ્ટ્રીય મેડિકલ આયોગ વિધેયક પર પૂછવામાં આવનારા સવાલો પર મંત્રાલયે જણાવ્યું કે શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરનારા ડોકટર્સની ઉપલબ્ધતામાં ખૂબ અંતર છે. ત્યારે આવામાં ગ્રામીણ ભારતની મોટાભાગની આબાદી આવા ડોકટરોની ચૂંગાલમાં છે.

દેશમાં એલોપેથીની પ્રેકિટસ કરનારા ૫૭.૩ ટકા ડોકટર્સ પાસે યોગ્યતા જ નથી. હકીકતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કામ કરનારા ૫૭.૩ ટકા જેટલા મેડિકલની પ્રેકિટસ કરનારા ડોકટર્સ અનકવોલિફાઈડ છે અને તેમની પાસે મેડિકલ સંબંધિત ડિગ્રી છે જ નહી.

ઉલ્લેખનીય છે કે તે દરમિયાન તત્કાલીન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડાએ આ રિપોર્ટને બકવાસ ગણાવ્યો હતો. તેમણે ૨૦૧૮જ્રાક્નત્ન લોકસભામાં રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. પરંતુ હવે આ ડેટા પર સ્વાસ્થ્ય મંત્રાલયે અધિકારિક મંજૂરી આપી દીધી છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં ૫૭.૩ ટકા ડોકટરો પાસે મેડિકલ સંબંધિત કોઈપણ શૈક્ષણિક યોગ્યતા નથી. ષ્ણ્બ્ એ ૨૦૦૧ ની જનગણનાના આધાર પર પોતાના રિપોર્ટમાં દર્શાવ્યું છે કે ગ્રામીણ વિસ્તારમાં ૨૦ ટકા ડિગ્રી વગરના ડોકટર લોકોની સારવાર કરી રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એપણ જણાવ્યું કે આશરે ૩૧ ટકા અનકવોલિફાઈડ ડોકટર્સ એવા છે કે જેમણે માત્ર ૧૨જ્રાક્ન ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

હવે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડોકટરોને લઈને ખૂબ અસમંજસવાળી સ્થિતિ પણ છે.

(11:25 am IST)