Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ડિલિવરી સમયે જ નવજાતનું ઘડ અને માથું અલગ

પાકિસ્તાન : રૂવાંડા ઉભા કરી નાખે તેવો બનાવ

કરાંચી તા. ૧૦ : પાકિસ્તાનમાં એક એવો બનાવ બન્યો છે કે તેના વિશે જાણીને રૂવાંડા ઊભા થઈ જાય. એક મહિલા ડોકટરે દક્ષિણ પશ્યિમ પાકિસ્તાનના એક ખાનગી હોસ્પિટલમાં બાળકના જન્મ સમયે એવી ભૂલ કરી કે નવજાતનું માથું જ ધડથી અલગ થઈ ગયું. જેના કારણે બાળકના શરીરનો બાકીનો ભાગ ગર્ભમાં જ રહી ગયો અને માથું ડોકટરના હાથમાં આવી ગયું.

'એકસપ્રેસ ટ્રિબ્યુન'ના અહેવાલ મુજબ બાદમાં બલૂચિસ્તાનની રાજધાની કવેટામાં એક સરકારી હોસ્પિટલમાં સર્જરી કરીને બાળકનું ધડ કાઢવામાં આવ્યું હતું. અહેવાલમાં કહેવાયું કે અબ્દુલ નાસિરે દાવો કર્યો છે કે બુધવારે તે તેની પત્નીને લઈને ડોકટર આલિયા નાઝ તારનના પ્રાઈવેટ કિલનિકમાં ગયો હતો. ડોકટરે તેની પાસે ડિલિવરી માટે દસ હજાર રૂપિયા માંગ્યા હતાં અને એમ પણ કહ્યું કે કોઈ પણ પરેશાની વગર સામાન્ય ડિલિવરી કરીશું.

અહેવાલ મુજબ તેમણે દાવો પણ કર્યો કે ડોકટરે નવજાત બાળકનું માથું ધડથી અલગ કરી નાખ્યું. નાસિરે કહ્યું કે બાળકનું ધડ માતાના ગર્ભમાં જ રહી ગયું અને ત્યારબાદ ડોકટરે તેમની પત્નીને સરકારી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરીને માતાના ગર્ભમાંથી બાળકનું ધડ કાઢવામાં આવ્યું. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલના સ્ટાફે તેમને મેડિકલ રિપોર્ટ આપવાની ના પાડી દીધી.

અખબારે સૂત્રોના હવાલે કહ્યું છે કે આરોપી ડોકટર ઉપ જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી તરીકે કામ કરે છે. બલૂચિસ્તાનના કાર્યવાહક મુખ્યમંત્રી અલાઉદ્દીન મારીએ આ ઘટના અંગે ઉચ્ચસ્તરની તપાસના આદેશ આપ્યા છે.(૨૧.૧૩)

(4:08 pm IST)
  • ગુજકોટના જનરલ મેનેજર ડી.પી મિશ્રા, MD એન. એમ શર્માને સમન્સ:નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ કરાશે પુછપરછ: રાજ્યભરના વેરહાઉસના MD સંજયનંદનને પણ પાઠવાયું છે સમન્સ access_time 10:47 pm IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST

  • સ્વિત્ઝરલેન્ડમાં મુશળધાર વરસાદ : સૈમસન શહેરમાં પહાડ ફાટતા કાટમાળનું પૂર:અનેક મકાનો ઝપટમાં :કાટમાળ 50 ફૂટની ઉંચાઈ સુધી ઉછળ્યો:કાટમાળ સાથે કાદવ પણ ઉછળીને રસ્તા પર ફેલાઈ રહ્યો છે:કાટમાળનું પુર ત્રણથી 4 કિલોમીટર વહ્યું access_time 12:29 am IST