News of Friday, 10th August 2018

રિલાયન્સની અરવિંદ સાથે ભાગીદારી R|Elan™ કાપડનું ઉત્પાદન કરાશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) દ્વારા અમદાવાદ સ્થિત અરવિંદ લિમિટેડ સાથે જોડાણ કરી ઉચ્ચગુણવતાયુકત સહ-બ્રાંડીગ ધરાવતાં R|Elan™ કાપડનું ઉત્પાદન કરશે. આ ભાગીદારી આર.આઇ.એલ.ની હબ એકસલન્સ પાર્ટનર કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે.

આર.આઇ.એલ. દ્વારા આજે અમદાવાદમાં હબ એકસલન્સ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં R|Elan™ કાપડ ૨.૦ રજૂ કરાયું હતું. આ કાપડ વિશેષ ફાઈબરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ડેનીમ અને બીજા વણાટના કાપડમાં ઉપયોગમાં લેવાશે. આ કાર્યક્ર્મમાં ટેક્ષટાઇલ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી અને તેમનો R|Elan™ કાપડ પ્રત્યેનો પ્રતિભાવ ખૂબ જ ઉત્સાહજનક હતો.

આ ભાગીદારી મુજબ, અરવિંદ ઉચ્ચ કક્ષાનું ગુણવતાયુકત કાપડ પૂરું પાડશે, જયારે આર.આઇ.એલ. R|Elan™ની ઉચ્ચ ગુણવતાયુકત ટેકનોલોજી નિર્ધારિત સમય મર્યાદામાં અરવિંદને પૂરી પાડશે.

અરવિંદ લિમિટેડના ડેનિમ વિભાગના સી.ઇ.ઓ. શ્રી આમીર અખ્તરે જણાવ્યું હતું કે 'ડેનિમ ફેબ્રિકની R|Elan™ શ્રેણી માટે રિલાયન્સ સાથે જોડાણ કરવાનો આનંદ છે. અરવિંદ માટે આ ભાગીદારી નવા ટ્રેન્ડ્સ પ્રમાણે ગુણવત્તાયુકત ઉત્પાદનો તૈયાર કરવા માટેનાં દ્વાર ખોલી આપશે. આ કો-બ્રાન્ડિંગ પ્રયાસો કલાત્મક રીતે આનંદ આપનારા, ટેકનોલોજીની રીતે અગ્રેસર અને સૌથી મહત્વપૂર્ણ રીતે ટકાઉ ઉત્પાદનો આપવાના અમારા વિઝનને પુનઃપ્રતિપાદિત કરે છે.'

એક વ્યાવસાયિક અગ્રણી અને સ્થાપક કંપની તરીકે આર.આઇ.એલ. સામાન્ય માણસને લાભ થાય તેવું મૂલ્યવર્ધક, સરળ કાળજી માંગતુ અને વધુ આરામદાયક કાપડ કેવી રીતે બની શકે તે માટે હંમેશા વિચારશીલ રહી  છે.

આર.આઇ.એલ. માટે ગુજરાત અગત્યનું રાજય રહ્યું છે. કંપનીએ હબ એકસલન્સ પાર્ટનર કાર્યક્રમની શરૂઆત પણ અમદાવાદ અને સુરતથી કરી છે. આર.આઇ.એલ. આ ઉચ્ચગુણવત્તાયુકત R|Elan™ કાપડ અમદાવાદ અને સુરતમાં બનાવશે, તેથી તેના અનુભવ, જ્ઞાન અને ટેકનોલોજીનો લાભ આ શહેરોના કાપડ ઉદ્યોગ અને વસ્ત્ર ઉત્પાદકોને પણ મળશે.

R|Elan™ ની કો-બ્રાન્ડિંગ કવાયત, આર.આઇ.એલ.ને પુરૂષો તથા મહિલાઓ માટેનાં વ સ્ત્રોનો સમાન હિસ્સો ધરાવતા લગભગ રૂ.૨,૨૫૦૦૦ થી રૂ.૨,૫૦,૦૦૦ કરોડના ભારતીય વસ્ત્ર બજારમાં તેની હાજરી વધારે મજબૂત બનાવવામાં મદદ કરશે.

સમગ્ર ભારતમાં વિસ્તરાયેલું આ નેટવર્ક એપરલ બ્રાન્ડના માલિકો તથા રીટેલરોને એક સરખું ઉત્પાદન, સમયસર અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂરૃં પાડવા ખાતરીબધ્ધ હશે. RIL દ્વારા ૩૨ ટેક્ષટાઇલ ઉદ્યોગગૃહો સાથે ભાગીદારી કરવામાં આવી છે, જે R|Elan™ ટેકનોલોજીની મદદથી આધુનિક યુગના કાપડનું ઉત્પાદન કરવા સજ્જ છે. આર.આઇ.એલ. દ્વારા આ ઉદ્યોગગૃહોને વિશેષ જાણકારી, વિસ્તૃત માહિતી અને નિષ્ણાત પરામર્શ સહકાર અપાશે, જેથી તેઓ વસ્ત્ર ઉત્પાદકોને ઉન્નત અને ટકાઉ ગુણવતા યુકત કાપડ પૂરું પાડી શકે.

(3:59 pm IST)
  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • વડોદરામાં ચાંદીનો મોટો જથ્થો પકડાયો :નવાપુરા પોલીસે પકડયો જથ્થો :100 કિલો ચાંદીનો જથ્થો: કારમાં ચાંદી લઈને જતા બે શખ્સોની પોલીસે કરી અટકાયત :બંને શખ્સોની પુછપરછ : મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાતા વિવિધ એજન્સી કામે લાગી access_time 10:48 pm IST