Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

દિલ્‍હીમાં સંજય ઝા, અભિષેક સંઘવી, ભરતસિંહ સોલંકી બાદ કોંગ્રેસના ચોથા નેતા સુસ્‍મિતા દેવને કોરોનાઃ જો કે કોઇ લક્ષણો ન હોવાનું ટ્‍વિટ કરીને કહ્યું

નવી દિલ્હીઃ સંજય ઝા અને અભિષેક સિંઘવી, ભરત સિંહ સોલંકી બાદ કોંગ્રેસની વધુ એક નેતા સુષ્મિતા દેવ કોરોના પોઝિટિવ થયાં છે. જો કે તેમનાંમાં કોરોનાના કોઇ લક્ષણ નથી. આમ કોંગ્રેસના ચોથા નેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં પણ પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા છે. ભારત સિંહ યુપીએના બીજા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. તેમને પાસે પીવાની પાણી અને સેનિટેસનનો સંવતંત્ર હવાલો હતો.

સુષ્મિતા દેવે ટ્વીટર પર લખ્યું કે, “આસામના કછારમાં સિલચર મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગે જારી કરેલા મારા રિપોર્ટમાં કોરોના વાઇરસ (કોવિડ-19)ના સંક્રમણની પુષ્ટિ થઇ છે. પરંતુ હાલમાં મને કોરોનાના કોઇ જ લક્ષણ દેખાતા નથી. હું ચિંતા કરનારા અને ફોન કરનારા તમામ લોકોનો આભાર માનું છું.

સુષ્મિતા આસામના સિલચરની લોકસભા સભ્ય રહી ચુકી છે. હાલમાં તેઓ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ છે અને પાર્ટી પ્રવક્તા પણ છે.

 જ્યારે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 7,42,417 થઇ ગઇ છે. જેમાંથી 2,64,944 એક્ટિવ કેસો છે. 4,56,831 લોકો સાજા પણ થઇ ગયા છે. જ્યારે 20,642 લોકોનાં મોત થઇ ગયા છે.

(5:25 pm IST)