Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વિકાસ એન્કાઉન્ટરઃ રાજકારણ ગરમાયુ

અપરાધીનો અંતઃ અપરાધ અને તેના સંરક્ષકોનું શું: પ્રિયંકા ગાંધી : વિકાસ પાસે શું રાઝ હતા કે જે સત્તા-શાસનની મિલીભગત : ઉજાગર કરત ? : સુરજેવાલા : તેના અન્ય બે સાથીઓ સહિત ત્રણેય એન્કાઉન્ટરની પેટર્ન સરખી કેમ?: દિગ્વીજયસિંહ

નવી દિલ્હી તા. ૧૦: આજે સવારે કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને એસટીએફે એન્કાઉન્ટરમાં ઠાર કરેલ યુપી પોલીસ વિકાસને લઇને ઉજજૈનથી કાનપુર જઇ રહી હતી ત્યારે એક માર્ગ અકસ્માતમાં ગાડી પલ્ટી મારી ગયેલ અને ત્યારબાદ વિકાસે પોલીસના હથીયાર છીનવીને ભાગવાની કોષીશ કરતા ઠાર મરાયેલ.

વિકાસના એન્કાઉન્ટરના સમાચાર આવતા રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના મીડીયા પ્રભારી રણદીપ સુરજે વાલાએ જણાવેલ કે વિકાસ એન્કાઉન્ટરમાં ઠાર થવાની અનેક લોકોએ આશંકા દર્શાવેલ.

સુરજેવાલાએ વધુમાં જણાવેલ કે અનેક સવાલો ઉભા થયા છે જેમાં વિકાસનેક ભાગવું જ હતું તો ઉજજૈનમાં સરેન્ડર કેમ કર્યું ? તેની પાસે શું રાઝ હતા જે સત્તા શાસનની મીલીભગતને ઉજાગર કરત? તેના છેલ્લા ૧૦ દિવસની કોલ ડીટેલ્સ જાહેર કેમ નથી કરાઇ ?

બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરી સવાલ ઉઠાવેલ કે અપરાધીનો અંત થયો, અપરાધ અને તેન ેસંરક્ષણ દેનારનું શું ? દિગ્વીજયસિંહે જણાવેલ કે જેની શંકા હતી તે જ થયું. વિકાસ દુબેને કયાં-કયાં રાજકીય વ્યકિતઓ, પોલીસ અને અન્ય શાસકના અધિકારીઓ સાથે સંપર્ક હતો તે હવે બહાર નહીં આવેલ. છેલ્લા ૩-૪ દિવસમાં વિકાસના અન્ય બે સાથીઓનું પણ એન્કાઉન્ટર થયેલ પણ ત્રણેય એન્કાઉન્ટરમાં પેટર્ન એક સમાન કેમ ?

(3:54 pm IST)