Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વિકાસ દુબેનું મોત, 'પીઠબળ કોનું હતું? હવે એ ખબર કેવી રીતે પડશે?' :શહીદ પોલીસકર્મીનાં પત્નીનો પ્રશ્ન

પોલીસ કૉન્સ્ટેબલ સુલતાન સિંઘનાં પત્નીએ કહ્યું- તેની પૂછપરછ બાદ આ જાણી શકાયું હોત

કાનપુર મૂઠભેડના મુખ્ય આરોપી વિકાસ દુબેનું પોલીસ સાથેની મૂઠભેડમાં મોત થયું છે. ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી.

  પોલીસનું કહેવું છે કે વિકાસે ભાગવાની કોશિશ કરી જે પછી પોલીસે ગોડી ચલાવવી પડી, જેમાં આરોપીનું મોત થયું છે.

  કાનપુર રેંજના આઈજી મોહિત અગ્રવાલે સમાચાર એજન્સી પીટીઆઈને વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.

 સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કાનપુરમાં થયેલી મૂઠભેડમાં જીવ ગુમાવનાર પોલીસ કૉન્સ્ટેબલ સુલતાન સિંઘનાં પત્નીએ કહ્યું, "હું સંતુષ્ટ છું, પરંતુ તેને(વિકાસ દુબે) કોનું પીઠબળ હતું? એ હવે ખબર કેવી રીતે પડશે? તેની પૂછપરછ બાદ આ જાણી શકાયું હોત

(12:01 pm IST)