Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ઓનલાઇન ભણતર પર પ્રતિબંધ એ જીવન અને શિક્ષણના મૌલિક અધિકાર પર તરાપ : કર્ણાટક હાઇકોર્ટ

કેટલાક વર્ગો પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવાની સુવિધા નથી એવા બહાના હેઠળ પ્રતિબંધ ના મૂકાય

બેંગ્લુરુ : ઓનલાઇન ભણતર પર પ્રતિબંધ એ જીવન અને શિક્ષણના મૌલિક અધિકાર પર તરાપ છે, એમ કહીને કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ પર મૂકેલા પ્રતિબંઘ પર સ્ટે આપ્યો હતો.15 અને 27 જૂને રાજ્ય સરકારે આ ઓર્ડર પસાર કરી એલકેજીથી લઇ ધોરણ દસ સુધીના વર્ગો ઓનલાઇન ભણાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

  રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલો એક્ઝિક્યુટિવ ઓર્ડર બંધારણની કલમ 21 અને 21એ હેઠળ મૌલિક અધિકારને છીનવી ના શકે' એમ એક ડિવિઝન બેન્ચે વચગાળાનો હુકમ કરતાં કહ્યું હતું.

કોર્ટે અવલોકન કર્યું હતું કે શૈક્ષણિક સત્રની તો ક્યારની શરૂઆત થઇ ચૂકી હતા એટલે હવે શિક્ષણ આપવાનો એક જ ઉપાય છે અને તે છે ઓનલાઇન. સમાજના કેટલાક વર્ગો પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવાની કોઇ જ સુવિધા નથી એવા બહાના હેઠળ ઓનલાઇન શિક્ષણ પર પ્રતિબંધ ના મૂકાય

(11:49 am IST)