Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

દેશભરમાં કોરોનાના સંક્રમણને શોધવા સેરો - સર્વે કરાશે

આ સર્વે મુજબ લોહીના નમૂનાની તપાસ કરીને એન્ટીબોડી વિકસિત અંગેની માહિતી મેળવાશે

નવી દિલ્હી તા. ૧૦ : કોરોનાના સંપર્કમાં આવેલી જનસંખ્યા અંગેની માહિતી મેળવવા માટે રાષ્ટ્રવ્યાપી સેરો સર્વે કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે એવો જ એક સર્વેક્ષણ મે મહિનામાં કરવામાં આવ્યો હતો. તેના પરિણામો હજુ બાકી છે.

આઈસીએમઆર તે સેરો સર્વેક્ષણ કરશે. તેના હેઠળ લોકોના લોહીના નમુનાની તપાસ કરીને શરીરમાં કોરોના વિરૂદ્ઘ એન્ટિબોડી વિકસિત થવા વિશે સંશોધન કરવામાં આવશે. તેનાથી એ માલુમ પડશે કે કેટલા લોકો વાયરસની ઝપેટમાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં વિશેષ કાર્ય અધિકારી રાજેશ ભૂષણે કહ્યું કે આઈસીએમઆરે મેમાં કરેલા સેરો સર્વેક્ષણના અંતિમ પરિણામો ઘોષિત કરવામાં આવ્યા નથી. હાલમાં તે પરિણામો ઘોષિત કર્યા પહેલાની પ્રક્રિયામાંથી પસાર કરી રહ્યા છે. આ સર્વે મધ્ય એપ્રિલના સંક્રમણ પર કેન્દ્રિત હતુ. તેઓએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં આઈસીએમઆર એક રાષ્ટ્ર વ્યાપી અનુવર્તી સેરો સર્વેક્ષણની યોજના બનાવી રહ્યા છે. જેમ કે પહેલા મધ્ય એપ્રિલમાં સંક્રમણ અંગેની માહિતી મેળવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

(11:30 am IST)