Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કોરોનાથી મૃત્યુ પામતા ૮૫ ટકા લોકો ૪૫થી વધુ ઉંમરના

સરકારી ડેટામાં કરાયુ જાહેર

નવી દિલ્હી તા. ૧૦ : દેશની ૨૫ ટકા વસ્તીમાં થતા ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જેટલા પણ કોરોનાના દર્દી છે તે ભારતના કોવિડ-૧૯ મોતનો ૮૫ ટકા ભાગ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે અપેક્ષિત રીતે તે આ મહામારીનો સામનો કરવામાં સક્ષમ છે.

ભારતમાં કોરોનાની બીમારીના કારણે થતાં મૃત્યુના ઉંમર મુજબ વિતરણ વિશે નિષ્કર્ષ વૈજ્ઞાનિકોના આધારે આ બિમારી વૈશ્વિક પરિણામો વિશે શું જોવા મળ્યું છે તે એ લોકો માટે ચોક્કસ ઘાતકરૂપ છે જેની ઉંમર વધુ છે.

જોકે સ્ત્રી - પુરૂષના આધારે અધિકારીઓએ કોઇ ડેટા જાહેર કરવામાં આવ્યો નથી. અંદાજે એક મહિનામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડ-૧૯ પત્રકાર પરિષદ દરમિયાન વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, ભારત અત્યાર સુધીમાં સામુદાયિક પ્રસારના સ્તરે પહોંચી શકયું નથી અને કહ્યું છે કે, ફકત કેટલાક ભૌગોલિક ક્ષેત્રોમાં સ્થાનિક પ્રકોપ થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધને કોવિડ-૧૯ના મંત્રીઓના સમૂહની ૧૮મી બેઠકની અધ્યક્ષતા કરી કહ્યું કે, કેટલાક સ્થાનિકકૃત સ્થળો પર સંક્રમણ વધુ છે પરંતુ ભારતમાં કોઇ સામુદાયિક પ્રસાર નથી. સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ બ્રીફિંગના એક દિવસ બાદ ભારતમાં ૨૫,૭૨૪ નવા સંક્રમણની સાથે કોવિડ-૧૯ કેસમાં સૌથી મોટા એક દિવસ સ્પાઇક જોવામાં આવ્યા. પ્રથમવાર ૨૪ કલાકમાં ૨૫ હજારથી વધુ કેસ સામે આવ્યા.

સરકારી આંકડા ઉપરથી માલુમ પડયું છે કે દેશમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુઆંક દરેક લોકોમાંથી ૮૫ ટકા ૪૫ વર્ષથી વધુ ઉંમરના હતા. ૬૦ અને ૭૪ વર્ષની ઉંમર વચ્ચેના લોકો જે જનસંખ્યાના ફકત ૮ ટકા છે. સૌથી મોટો અંક ૩૯ ટકા છે.

(10:59 am IST)