Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ચીનના રસ્તે ચાલી રહ્યા છે ઓલી

નેપાળમાં DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ

કાઠમંડૂ, તા.૧૦: નેપાળે સીમા વિવાદ બાદ કાર્યવાહી કરતા ભારતીય ન્યૂઝ ટીવી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે નેપાળે તેના માટે સત્તાવાર આદેશ નથી આપ્યો પરંતુ નેપાળના કેબલ ટીવી ઓપરેટર ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ નથી કરી રહ્યા. નેપાળમાં પ્રતિબંધ મૂકવામાં આવેલી ચેનલોમાં DD ન્યૂઝનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી ભારતીય સમાચાર ચેનલો પર પ્રતિબંધ લગાવીને ફરી એક વખત તેઓ ચીનના પગલે ચાલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. જણાવી દઈએ કે લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને પણ ભારતીય ન્યૂઝ ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનને ડર હતો કે ત્યાંના લોકો ભારતીય સમાચાર ચેનલો માધ્યમથી સરહદની સ્થિતિ અંગે સાચી માહિતી મળી શકે છે.

પીએમ ઓલી નેપાળની સત્તામાં રાષ્ટ્રવાદના સહારે રહેવા માંગે છે. એટલા માટે તેઓ કયારેક નકશાનો વિવાદ તો કયારેક નાગરિકતા કાયદા દ્વારા ભારતીય સામે પગલા લઈ રહ્યા છે. જયારે ચીની રાજદૂત સાથે તેમના સંબંધો અંગે નેપાળમાં વિરોધ શરૂ થઈ ગયો છે.

(10:25 am IST)