Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

થાઈલેન્ડમાં સમલૈગિંક પ્રેમ સંબંધને મંત્રી મંડળની મંજૂરી : સિવિલ પાર્ટનરશીપ એક્ટ હેઠળ મંજૂરી માટે સંસદને મોકલાશે

બેંગકોક : થાઈલેન્ડ મંત્રી મંડળે સમલૈગિંક પ્રેમ સંબંધને ગઈકાલ બુધવારે મંજૂરી આપી દીધી છે. જે સિવિલ એક્ટ હેઠળ મંજૂરી માટે સંસદને મોકલાશે.
જો સંસદમાં આ ખરડો મંજુર થઇ જાય તો સમલૈગિંક સબંધ ધરાવતા લોકોને કાયદેસર માન્યતા મળી જશે.
આ ખરડા મુજબ બંને પાત્રોની ઉંમર ઓછામાં ઓછી 17 વર્ષની હોવી જરૂરી છે. તેઓ પોતાના લગ્ન રાજુસ્ટર કરાવી શકશે.જેથી તેમને  વિવાહિત લોકોને મળતા અધિકારો પ્રાપ્ત થઇ જશે.તેઓ બાળકને પણ દત્તક લઇ શકશે.

(7:48 pm IST)