Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

IPL -2022 :ગુજરાત ટાઇટન્સે લખનૌને 62 રનના મોટા માર્જીનથી હરાવ્યું : પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની

ગુજરાત ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 144 રનનો સ્કોર કર્યો :જવાબમાં લખનૌ ટીમ 13.5 ઓવરમાં માત્ર 82 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ : રાશિદ ખાને સૌથી વધુ 4 વિકેટ ઝડપી

મુંબઈ :ઇન્ડિયન્સ પ્રીમિયર લીગની 15મી સિઝનમાં શરૂઆતથી શાનદાર પ્રદર્શન કરનાર નવી ટીમ ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. ગુજરાતની ટીમ આ સિઝનમાં નવી ટીમ છે તો બીજી તરફ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં પણ પહેલીવાર સુકાની પદ સંભાળનાર હાર્દિક પંડ્યાની આ શાનદાર સફર રહી છે. ગુજરાત ટાઇટન્સની ટીમે અત્યાર સુધી 12 મેચ રમી છે. જેમાં 9માં જીત અને 3 મેચમાં જ હારનો સામનો કર્યો છે. આમ ગુજરાતની ટીમ 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઇ છે.

ગુજરાત ટીમે મહત્વની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 62 રનના મોટા માર્જીનથી હરાવી દીધી હતી. ગુજરાત ટીમે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 144 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં લખનૌ ટીમ 13.5 ઓવરમાં માત્ર 82 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી ઉપ સુકાની રાશિદ ખાને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

(11:20 pm IST)