Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ચક્રવાતી તોફાન 'અસાની'એ બદલ્યો માર્ગ: હવે કાકીનાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે ટકરાશે

હવામાન વિભાગે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે 'રેડ' ચેતવણી જારી કરી:તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બુધવારે નબળું પડશે અને ચક્રવાતી તોફાનમાં ફેરવાશે અને ગુરુવારે ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બનશે.

નવી દિલ્હી ;ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ જણાવ્યું હતું કે તીવ્ર ચક્રવાતી તોફાન 'અસાની' એ તેની દિશા નોંધપાત્ર રીતે બદલી છે અને તે કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સ્પર્શે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે 'રેડ' ચેતવણી જારી કરી હતી, જેનો અર્થ એ છે કે ચક્રવાત સંબંધિત આપત્તિઓને રોકવા માટે સ્થાનિક અધિકારીઓએ કાર્યવાહી કરવાની જરૂર છે. આઇએમડીએ જણાવ્યું હતું કે ચક્રવાતની ગતિ સવારે ૫ વાગ્યે પ્રતિ કિલોમીટર પ્રતિ કલાક હતી જે પાછળથી વધીને 25કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગઈ છે. આંધ્રપ્રદેશના કાકીનાડાથી 210 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ઓડિશાના ગોપાલપુરથી 510 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં સાંજે લગભગ 4.30 વાગ્યે તેનું કેન્દ્ર હતું

હવામાન વિભાગે કહ્યું કે, મંગળવાર સાંજ સુધીમાં તે ફરી ગતિ પકડીને ઉત્તર-પૂર્વ દિશામાં કિનારાની સમાંતર દોડશે તેવી સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, મંગળવાર સાંજ સુધીમાં તે ફરી ગતિ પકડીને ઉત્તર-પૂર્વ દિશામાં કિનારાની સમાંતર દોડશે તેવી સંભાવના છે. 

 

આઇએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બુધવારે નબળું પડશે અને ચક્રવાતી તોફાનમાં ફેરવાશે અને ગુરુવારે ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બનશે. ભુવનેશ્વર પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડિરેક્ટર એચ આર બિસ્વાસે જણાવ્યું હતું કે તીવ્ર ચક્રવાતી તોફાન નબળું પડવાનું શરૂ થયું છે. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે રાત સુધીમાં ઝડપી પવનની ગતિ ઘટીને 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક અને બુધવારે સાંજ સુધીમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી જશે.

   
(8:56 pm IST)