Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

શ્રીલંકામાં વિરોધ પ્રદર્શનોમાં 8 લોકોનાં મોત:200 થી વધુ લોકો ઘાયલ: તોફાનીઓને ગોળી મારવા આદેશ

હવે જાહેર સંપત્તિની લૂંટ ચલાવનાર અથવા સંપત્તિને નુકસાન પહોંચાડનારા કોઈપણ વ્યક્તિ ઉપર ગોળી મારવા આદેશ

કોલંબો : શ્રીલકાની સરકાર દ્વારા આર્થિક કટોકટી લાગુ થયા બાદ ખુબ જ વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ પ્રદર્શનોમાં 8 લોકોનાં થયા છે અને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ મોતની ઘટનાના એક દિવસ પછી હવે જાહેર સંપત્તિની લૂંટ ચલાવનાર અથવા સંપત્તિને નુકસાન પહોંચાડનારા કોઈપણ વ્યક્તિ ઉપર ગોળી મારવા આ આદેશ આવ્યો છે.

  ગઈકાલે સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ  મોરાતુવાના મેયર સમન લાલ ફર્નાન્ડો અને સાંસદો સનત નિશાંત, રમેશ પાથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના ઘરોને આજે આગ ચાંપી દીધી હતી. તેમના પદ પરથી રાજીનામું આપતા પહેલા, મહિન્દા રાજપક્ષેએ કહ્યું, હતું કે "હું અમારા સામાન્ય લોકોને સંયમ રાખવા વિનંતી કરું છું અને યાદ રાખો કે હિંસા માત્ર હિંસા પેદા કરે છે. આપણે જે આર્થિક કટોકટીમાં છીએ તેને આર્થિક ઉકેલની જરૂર છે જેને ઉકેલવા માટે આ પ્રશાસન  પ્રતિબદ્ધ છે." ખાદ્ય અને ઇંધણની અછત, આસમાનને આંબી રહેલા ભાવો અને પાવર આઉટેજ મોટી સંખ્યામાં શ્રીલંકાના લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે સરકાર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા સામે ભારે વિરોધ થયો છે.

   
(8:20 pm IST)