Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સ્ટેટ GST વિભાગના રાજ્યવ્યાપી દરોડા: જુદા-જુદા કૉચિંગ ક્લાસ પર કાર્યવાહી : 13 એકમોના 48 સ્થળો પર દરોડા

GST વિભાગે વર્લ્ડ ઇનબોક્સ સહિતની 13 એકમોના 48 સ્થળો પર દરોડા પાડ્યા : ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ,મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગર, સુરત અને રાજકોટમાં પણ પડ્યાં દરોડા

અમદાવાદ :  સ્ટેટ GST વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. સર્વિસ સેક્ટર અન્વયેના વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડતા વ્યવસાયિકો દ્વારા યોગ્ય રીતે GST ભરપાઇ કરવામાં આવે છે કે કેમ? તેની સિસ્ટમ બેઝ્ડ એનાલિસિસ અને માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. GST વિભાગે 13 એકમોના 48 સ્થળો પર દરોડા પાડ્યા. GST એ વર્લ્ડ ઇન્બોક્સ નોલેજ સહિતના એકમો પર દરોડા પાડ્યા હતા

સ્ટેટ GST વિભાગે ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગર, સુરત અને રાજકોટમાં દરોડા પાડ્યા છે. GST વિભાગે વર્લ્ડ ઇનબોક્સ સહિતની 13 એકમોના 48 સ્થળો પર દરોડા પાડ્યા છે. .

 

(7:38 pm IST)