Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સાઉદી અરેબિયામાં ફસાયા બિહારના 27 યુવાનો : સરકાર પાસે મદદની માંગણી

કરી : એજન્ટ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો : વીડિયો વાયરલ

મધુબની : આ સમયે બિહારના મધુબની જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મધુબનીના 27 લોકો સાઉદી અરેબિયામાં ફસાયેલા છે. વિદેશમાં ફસાયેલા લોકોએ સરકાર પાસે મદદની વિનંતી કરી છે. જણાવવામાં આવ્યું છે કે તમામ લોકો જિલ્લાના અલગ-અલગ બ્લોકના રહેવાસી છે. આ લોકોએ એજન્ટ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક જ રૂમમાં ડઝનબંધ યુવકોને રાખવામાં આવ્યા છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:33 pm IST)