Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ભારત સાથે વેપાર માટે પાકિસ્તાનનો મોટો નિર્ણય :શાહબાઝ શરીફ કેબિનેટે વેપાર પ્રધાન નિયુક્ત કર્યા

પાકિસ્તાન લાંબા સમયથી પોતાની આર્થિક સ્થિતિને લઈને ચિંતિત:વડા પ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારત સાથે વેપાર માટે વેપાર પ્રધાનની નિમણૂકને મંજૂરી

નવી દિલ્હી :  પાકિસ્તાન લાંબા સમયથી પોતાની આર્થિક સ્થિતિને લઈને ચિંતિત છે. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સાથે વેપાર માટે એક મોટું પગલું ભર્યું છે. વડા પ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારત સાથે વેપાર માટે વેપાર પ્રધાનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.

પાકિસ્તાન લાંબા સમયથી ભારત સાથે વેપાર સંબંધો સુધારવાની વાત કરી રહ્યું છે. આ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાને કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં વેપાર મંત્રીની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી કેબિનેટે કમર ઝમાનને ભારતમાં વેપાર પ્રધાન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન તરફથી આવો પ્રયાસ કરવામાં આવ્યો હોય. ભૂતકાળમાં પણ પાકિસ્તાનના તમામ મોટા અધિકારીઓ અને નેતાઓએ ભારત સાથે વેપારની વાત કરી છે. ગયા મહિને પાકિસ્તાનના બિઝનેસ ગ્રુપના ચેરમેને ભારત સાથે વ્યાપારી સંબંધો શરૂ કરવાની વાત કરી હતી. તેમનું માનવું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના વેપારને કારણે દેશમાં ચાલી રહેલી મોંઘવારી ઓછી થઈ શકે છે. આ કારણે ઘણી વસ્તુઓની કિંમત સસ્તી થઈ શકે છે.

જણાવી દઈએ કે તાજેતરમાં પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે. ઈમરાન ખાને સંસદમાં બહુમત ગુમાવ્યા બાદ શાહબાઝ શરીફને નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હવે દેવામાં ડૂબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સાથે વેપારને વધુ તીવ્ર બનાવવાની કવાયત પણ આનો એક ભાગ છે.

   
 
   
(6:39 pm IST)