Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

યૂં સુક-યોલે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથઃ પરમાણુ મુક્‍ત કરવાનું આહ્વાન

નવી દિલ્‍હી, તા.૧૦: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનનું સોમવારે વિદાય થઇ. હવે યૂં સુક-યોલ અહીંના નવા રાષ્ટ્રપતિ હશે. તેમણે સોમવારે પદના શપથ લીધા હતા. મુખ્‍ય વિપક્ષ પીપલ પાવર પાર્ટીના ૬૦ વર્ષીય યૂં ને ચૂંટણીમાં ૪૮.૬ ટકા વોટ મેળવીને સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના લી-જે-મ્‍યુંગને રાષ્ટ્રપતિની દોડથી બહાર કરી દીધા હતા. ડેમોક્રેટિક પાર્ટીને ૪૭.૮ ટકા વોટ મળ્‍યા હતા. રાષ્ટ્રપતિ પદની શપથ લેતા જ યૂં સુક-યોલએ ઉત્તર કોરિયાને પરમાણુ મુક્‍ત કરવાનું આહ્વાન કર્યું છે.
અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ મૂન જે-ઈને તેમના વિદાય ભાષણમાં કહ્યું હતું કે તેમને આશા છે કે કોરિયન દ્વીપકલ્‍પ પર શાંતિ અને પરમાણુ નિઃશસ્ત્રીકરણ પુનઃસ્‍થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.
હવે નવા રાષ્ટ્રપતિ આગામી પાંચ વર્ષ માટે એશિયાની ચોથી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થાને સંભાળવા માટે જવાબદાર છે. યૂંને નેશનલ એસેમ્‍બલીમાં કહ્યું હતું કે આ સરકારી પરિયોજનાઓને બદલે ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળના રોજગાર સર્જન સહિત બજારના નેતૃત્‍વ ધરાવતા દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. તેમનું કહેવુ છે કે તેમની યોજના કંપનીઓ માટે લાલફીતા શાહીમાં ઉપયોગ કરવા માટે અને ઉદ્યોગને નિયંત્રિત કરવાની છે.
યૂં સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે દક્ષિણ કોરિયાની સરકાર ઉત્તર કોરિયા સાથે ફરીથી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરશે અને જો પ્‍યોંગયાંગ પરમાણુ નિઃશષાીકરણ માટે નક્કર પગલાં લેશે તો નોંધપાત્ર અને ઝડપી લાભો સાથેનો રોડમેપ તૈયાર કરશે. યૂં અમેરિકા સાથે પરમાણુ જોડાણ પરામર્શને વિસ્‍તૃત કરવા, વોશિંગ્‍ટન અને ટોક્‍યો સાથે ત્રિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માગે છે. અને સંયુક્‍ત સ્‍ટેટ અમેરિકાસ ઓસ્‍ટ્રેલિયા, જાપાન અને ભારતની ક્‍વાડ સભામાં જોડાવા માંગે છે

 

(2:59 pm IST)