Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

LICના શેર કેટલા રૂપિયામાં લિસ્‍ટિંગ થવાનો સંકેત આપે છે ગ્રે માર્કેટ?

એલઆઈસીઓના શેર ૧૭મેએ શેરબજારમાં લિસ્‍ટ થવાની શક્‍યતા

મુંબઇ, તા.૧૦: લાઈફ ઈન્‍શ્‍યોરન્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (LIC)નો આઈપીઓ ૪મે, ૨૦૨૨એ ખૂલ્‍યો હતો અને તે સોમવારે એટલે કે ૯મેએ બંધ થયો છે. પાંચ દિવસ દરમિયાન આ આઈપીઓ ૧.૭૯ ગણો સબ્‍સસ્‍ક્રાઈબ થયો છે, જેમાં રિટેલમાં તે ૧.૫૯ ગણો ભરાયો છે. પોલિસીહોલ્‍ડર કેટેગરીમાં તે ૫.૦૪ ગણો ભરાયો છે, જયારે કર્મચારી કેટેગરીમાં તે ૩.૭૯ ગણો સબ્‍સક્રાઈબ થયો છે. જોકે, નબળા માર્કેટનું સેન્‍ટિમેન્‍ટ ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરના ભાવને સતત ઉપર લઈ જઈ રહ્યા છે. બજાર નિરીક્ષકોના મતે એલઆઈસીના શેર ૩૬ રૂપિયા પ્રીમિયમના ભાવ પર સોમવારે ગ્રે માર્કેટમાં મળી રહ્યા હતા.

બજાર નિરીક્ષકોનું કહેવું હતું કે, એલઆઈસી આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) સોમવારે ૩૬ રૂપિયા હતું, જે રવિવારના જીએમપી ૬૦ રૂપિયા કરતા ૨૪ રૂપિયા ઓછું હતું. તેમણે જણાવ્‍યું કે, ૯૨ રૂપિયાના સ્‍તર સુધી સ્‍કેલ થયા પછી શેરબજારના નબળા સેન્‍ટિમેન્‍ટને કારણે એલઆઈસી આઈપીઓ જીએમપીમાં સતત ઘટાડો જોવા મળ્‍યો છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં સેકન્‍ડરી માર્કેટ વેચાવલીનો સામનો કરી રહ્યું છે અને ભારતીય શેરબજાર તેનાથી મુક્‍ત નથી. વૈશ્વિક બજારના સેન્‍ટિમેન્‍ટથી ગ્રે માર્કેટને અસર થવાની જ હતી.

બજાર નિરીક્ષકોના મતે, સોમવારે એલઆઈસી આઈપીઓ જીએમપી ૩૬ રૂપિયા છે, તેનો અર્થ છે કે ગ્રે માર્કેટ એલઆઈસીનો આઈપીઓ રૂ. ૯૮૫ (૯૪૯+૩૬ રૂપિયા)ની આસપાસ લિસ્‍ટિંગ થવાની શક્‍યતા જુએ છે, જે એલઆઈસી આઈપીઓના પ્રાઈસ બેન્‍ડ રૂ. ૯૦૨ થી રૂ. ૯૪૯ કરતા લગભગ ૩ ટકા વધારે છે.

જોકે, એક્‍સપર્ટ્‍સના કહેવા મુજબ, ગ્રે માર્કેટ પ્રીમિયમ એ બિનસત્તાવાર ડેટા છે અને તેને એલઆઈસીની નાણાકીય બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓએ બીડર્સને ગ્રે માર્કેટ પ્રીમિયમને બદલે ભારતીય જીવન વિમા નિગમ (એલઆઈસી)ની બેલેન્‍સ શીટ જોવાની સલાહ આપી.

એલઆઈસીના શેર ૧૨ મે, ૨૦૨૨એ એલોટ કરવામાં આવે તેવી શક્‍યતા છે, જયારે ૧૭ મે, ૨૦૨૨એ એલઆઈસીનો આઈપીઓ લિસ્‍ટિંગ થાય તેવી શક્‍યતા વ્‍યક્‍ત કરાઈ રહી છે.

(10:11 am IST)