Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પ્રતિ હજાર ઈંટોના ભાવમાં તોતિંગ ૫૦૦ રૂપિયાનો વધારો

ઘરનું ઘર બનાવાનું થશે મોંઘુ

નવી દિલ્‍હી, તા.૧૦: મોંઘવારીનો માર ચારેતરફ વર્તાઈ રહ્યો છે. હવે આપને પહેલાની સરખામણીએ ઘર બનાવાનું વધારે મોંઘુ થશે. કેન્‍દ્ર સરકાર દ્વારા ૬ ટકા જીએસટી લગાવ્‍યા બાદ પ્રતિ હજાર ઈંટોના ભાવમાં ૫૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. યુપી, બિહાર, હરિયાણા, મધ્‍ય પ્રદેશ, પશ્‍ચિમ બંગાળ  અને હરિયાણા જેવા રાજયોમાં ઈંટોના ભાવ વધી ગયા છે. આપને જણાવી દઈએ કે, હાલમાં જ કેન્‍દ્ર સરકારે જીએસટી સ્‍લેબમાં અપ્રત્‍યાશિત વધારો કર્યો હતો. તેનાથી આમ આદામીને મકાન બનાવાનું સપનું જ રહી જશે. છેલ્લા એક મહિનાથી કેન્‍દ્ર સરકાર દ્વારા ઈંટ ભઠ્ઠા વેપારીઓએ ૧૨ ટકા જીએસટી વલૂસી રહ્યા છે. તેનાથી દેશમાં ઈંટ-ભઠ્ઠા વ્‍યવસાય પર સંકટ મંડરાઈ રહ્યું છે. વેપારીઓનું કહેવુ છે કે, પહેલા જીએસટી દર હવે કોલસાના વધતા ભાવ અને ઓછી સપ્‍લાઈની સાથે મજૂરોનું પલાયનની સ્‍થિતિ અત્‍યંત ગંભીર બનતી જાય છે.

ઈંટ ભઠ્ઠા માલિકોનું કહેવુ છે કે, કોરોના કાળમાં કોલસાના ભાવ ત્રણ ગણા વધ્‍યા છે. બાદમાં જીએસટી સ્‍લૈબમાં ફેરફાર કરવામા આવ્‍યો હતો અને હવે કોલસાનું સંકટ આવ્‍યું છે. તેની સીધી અસર વેપાર પર પડી રહી છે. કોરોના કાળામં કેટલાય પ્રકારના ધંધા પડી ભાંગ્‍યા છે. જો કે, હવે સ્‍થિતિ સુધરી તો કેન્‍દ્ર સરકારે જીએસટીના દર વધારી દીધા છે. જીએસટીના દરમાં ઉભર્યા નહોતા ત્‍યાં વળી કોલસાની કમી આવી તેનાથી વ્‍યવસાયને મોટો ફટકો પડ્‍યો છે.

વેપારીઓનું કહેવુ છે કે, રોજ નવા નવા પડકાર સામે આવતા બિઝનેસ કરવો ભારે અઘરુ થઈ પડ્‍યું છે. મોંઘવારીના કારણે તમામ વસ્‍તુઓના ભાવો આસમાને છે. આપને જણાવી દઈએ કે, ઈંટ-ભઠ્ઠા વેપારીઓ બિહાર, યુપી, મધ્‍ય પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં લાખો લોકો જોડાયેલા છે. તેથી આવા સમયે દરેકને મુશ્‍કેલીમાંથી પસાર થવું પડે છે.

ઈંટ-ભઠ્ઠા માલિકોના એસોસિએશનનું કહેવુ છે કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ઈંટ વ્‍યવસાય પડી ભાંગ્‍યો છે. હવે દેશમાં કોલસાના સંકટથી આ સ્‍થિતિ વધારે પડકાર જનક બની છે. તેના માટે કેન્‍દ્ર સરકારે નીતિ બનાવવી જોઈએ. જીએસટી દરો ઘટાડવા જોઈએ. સાથે જ નદી, નહેર અને અન્‍ય જળાશયોમાંથી માટી કાઢવાની સુગમતા બનાવવી જોઈએ

(10:10 am IST)