Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કેન્દ્ર સરકારની કામગીરીમાં દખલ ન કરો : રસીકરણ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારનું સોગંદનામું : આજરોજ સુનાવણી

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ  રસીકરણ મામલે બચાવ કરતા જણાવ્યું છે કે તે કેન્દ્ર સરકારની કામગીરીમાં દાખલ ન કરે.

સતત રસીકરણની નીતિથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો બચાવ કર્યો છે. કેન્દ્ર સરકારે રવિવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે આ કેસમાં ન્યાયિક દખલની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે સુનાવણી કરશે.

કેન્દ્રએ પોતાના સોગંદનામામાં સ્પષ્ટ  કર્યું છે કે રસીકરણ માટેની મંજૂરી ફક્ત 18 થી 44 વર્ષની વયના લોકોને આપવામાં આવી છે કારણ કે ઘણા રાજ્યો તેની માંગણી કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારે વેક્સિન ઉત્પાદકો પાસેથી નક્કી કરેલી કિંમતે રાજ્યોમાં રસી સપ્લાય કરી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર રસીના એક જ ડોઝ માટે 150 રૂપિયા ચૂકવે છે, ત્યારે રસી ઉત્પાદકો રાજ્યો પાસેથી તે  ડોઝ માટે 300 અને 400 રૂપિયા લે છે. જો કે, કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે રસી માટે ઓછું ચુકવણી કરી રહી  છે કારણ કે તેણે રસીનો મોટો ઓર્ડર  આપ્યો છે.

કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે કિંમતોમાં આ તફાવતની અસર લોકોને થશે નહીં કારણ કે તમામ રાજ્યોએ જાહેરાત કરી છે કે તેઓ વિનામૂલ્યે રસી આપશે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:57 am IST)
  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે પણ થોડી રાહત વર્તાઈ અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આતંક યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 319 અને ગ્રામ્યના 253 કેસ સાથે કુલ 572 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:22 pm IST

  • આસામ : મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા હિમાંતા બિસ્વા શર્મા મંદિરે પહોંચ્યા : કામાખ્યા મંદિરમાં શીશ ઝુકાવી દર્શન કર્યા : આજરોજ આસામના 15 માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : અન્ય 13 મંત્રીઓની પણ શપથવિધિ કરાશે access_time 12:11 pm IST

  • પશ્ચિમ બંગાળ વિરોધ પક્ષના નેતા તરીકે શુભેન્દુ અધિકારીની નિમણુંક : મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક ઉપરથી 1900 મતે હરાવવાનું ઇનામ : એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથીદાર હવે સૌથી મોટા વિરોધ પક્ષ ભાજપના નેતા બન્યા access_time 6:49 pm IST