Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

યુપીમાં બેગકોકની કોલગર્લનું મોત: સપા નેતાનો મોટો આરોપ : કહ્યું ભાજપના સાંસદના પુત્રએ બોલાવી હતી

નેતાના વિસ્ફોટક આરોપથી સપા રાજકીય ખળભળાટ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાથી થયેલા એક મોત બધા માટે રહસ્યમય બની ગઈ છે. ત્રણ મહિના પહેલા વિઝા પર બેગકોકથી આવેલી એક યુવતીની કોરોનાથી લખનઉમાં મોત થઈ ગયું છે. થાઈલેન્ડ દૂતાવાસના આદેશ પર લખનઉમાં યુવકે વિદેશી મહિલાનું અંતિમ સંસ્કાર તો કરી દીધું છે પરંતુ હવે લખનઉ પોલિસ માટે એક પ્રશ્ન ઉભો થઈ ગયો છે કે, આ યુવતી બેગકોકથી લખનઉ ક્યારે, કોને અને કેમ મળવા આવી હતી? જોકે, આ યુવતીને લઈને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈપી સિંહે મોટો ઘટસ્ફોટ કર્યો હતો.

ભાજપના રાજ્યસભાના સાંસદના પુત્રે થાઈલેન્ડથી બોલાવેલી કોલગર્લનુ કોરોનાના કારણે મોત થયુ હોવાનો સ્ફોટક આક્ષેપ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ પી સિંહે કર્યો છે.

આ સ્ફોટક આક્ષેપ બાદ રાજકીય મોરચે ખળભળાટ છે. આઈ પી સિંહે કહ્યુ હતુ કે, લખનૌના એક મોટા વેપારીના પુત્રે સાત લાખ ખર્ચીને થાઈલેન્ડથી કોલ ગર્લ બોલાવી હતી. 10 દિવસ પહેલા તેને લખનૌ બોલાવવામાં આવી હતી. બે દિવસમાં તે કોરોનાના સંક્રમણમાં સપડાઈ જવાથી બીમાર પડી હતી.એ પછી થાઈલેન્ડની એમ્બેસીને આ વેપારીના પુત્રે જાણ કરી હતી. એમ્બેસીના હસ્તક્ષેપ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને ત્યાં 3 મે ના રોજ તેનુ મોત થયુ હતુ.

આઈ પી સિંહે આક્ષેપ કર્યો છે કે, આ કોલગર્લને બોલાવનાર રાજ્યસભા સાંસદ સંજય સેઠનો પુત્ર જ હતો. તેમણે સંજય સેઠની પીએમ મોદી સાથેની તસીવર શેર કરીને કહ્યુ હતુ કે, “સંજય સેઠના પુત્ર પર ગંભીર આરોપ છે. કોરોનાની મહામારી વચ્ચે થાઈલેન્ડથી કોલગર્લ બોલાવવામાં આવે છે અને તેનુ કોરનાથી મોત થાય છે પોલીસમાં તપાસ કરવાની હિંમત છે ખરી?”

આ કેસમાં પોલીસે અત્યાર સુધી ભાજપના નેતા કે પુત્રની પૂછપરછ કરી નથી. જોકે પોલીસ વિદેશી કોલગર્લનુ નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યુ છે તેની તપાસ કરી રહી છે

(11:08 am IST)