Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કાર રેલીઓના સાહસીક ભરતભાઇના પૂત્ર ચિંતન દવેએ પણ કાર રેલીમાં મેદાન માર્યુ

રાજકોટ તા. ૧૦ : જોખમી ગણાતી કાર રેલીની સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધક તરીકે અને વખત નામના મેળવી જનાર ગુજરાતના બ્રાહ્મણ પરિવારમાંથી આવતા ભરતભાઇ દવેના પુત્ર ચિંતને પણ પિતાના પગલે કાર રેલી સ્પર્ધાઓમાં એન્ટ્રી મારી છે.

વારસામાં સાહસીકતા મળી હોય તેમ ચિંતને પહેલીવાર મેઇન ડ્રાઇવર તરીકે કાર રેલીમાં ભાગ લઇ પિતાના પગલે નામ રોશન કરતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. ગુજરાતી એટલે માત્ર બીઝનેશમેન તરીકેની છાપ તેઓએ ભુસી સાહસીક તરીકે સફારી રેલીમાં બીજો ક્રમ મેળવી રેલી પુર્ણ કરી.

હાલ ચિંતનભાઇ રાજકોટ રહે છે અને ટ્રાફિકના પ્રશ્નો તેમજ મેડીકલ અવેરનેસ માટે બીઇંગ કાંઇડ ફાઉન્ડેશન નામે એનજીઓ ચલાવી રહ્યા છે.

તેમના પત્ની મિતલબેન દવેનો હંમેશા સહકાર રહ્યો છે. જેઓ પોતે પણ મોટર સ્પોર્ટસમાં પોતાની કારકીર્દીમાં મેન્ટલી એન્ડ હોમ એન્ડ ફાઇનાન્સ મીનીસ્ટર તરીકે ટીમ મેનેજર બની રેલીમાં હંમેશા સાથે રહે છે.

(3:56 pm IST)