Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મોદી આક્ષેપ સાબિત કરે તો ૪ર ઉમેદવાર પરત લઇ લઇશ : મમતા

મોદીએ મમતા સરકાર પર મજૂરોને મહેનતાણુ ન આપ્યાના આક્ષેપ કર્યા હતા

કોલકતા,તા.૧૦: પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીએ તેમની સરકાર પર કોલસાની ખાણના મજૂરોને મહેનતાણુ આપવામા આવ્યુ ન હોવાના જે આક્ષેપ લગાવ્યા છે તે અંગે જવાબ આપતા જણાવ્યુ હતુ કે જો મોદી તેમના દ્વારા કરવામા આવેલા આક્ષેપ સાબિત કરી દે તો હુ મારા તમામ ૪૨ ઉમેદવારોની ઉમેદવારી પરત કરાવી લઈશ.

બાંકુરામા એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ એવો આક્ષેપ કર્યો હતો કે તમે બધા જ જાણો છો કે કોલસાની ખાણમા તૃણમૂલ કોંગ્રેસના નેતા કેવી રીતે પૈસા કમાઈ રહ્યા છે. કોલસાની ખાણના કામમા તૃણમૂલ કોંગ્રસનુ માફિયા રાજ વધી ગયુ છે. આ ખાણોમા કામ કરતા મજૂરોને તેમના મહેનતાણાની રકમ આપવામા આવતી નથી.ત્યારબાદ પણ પુરુલિયાના એક સભામા મોદીએ જણાવ્યુ હતુકે લોકોએ લોકશાહી માટે તેમનો જીવ દાવ પર લગાવી દીધો છે. તેથી તેમનુ બલિદાન બેકાર નહિ જાય. તેમણે જણાવ્યુ હતુ કે પુરુલિયા પ્રાકૃતિક સંસાધનથી સંપન્ન છે. તમે લોકો કાળા સોના પર બેઠા છો. અત્યારસુધીના સરકારોએ અહિ માફિયા રાજ જ ચલાવ્યુ છે. વાસ્તવમા તૃણમૂલ કોંગ્રેસની સરકારે માફિયાને તેની પ્રવૃતિનો ભાગ બનાવી દીધો છે.

મોદીએ વધુમા જણાવ્યુ હતુ કે જ્યારે કોઈ રાજકીય પાર્ટી ઘુસણખોરો, માફિયા, ગુંડા અને બદમાશો માટે રાજકારણ કરે છે ત્યારે તેને આદિવાસીઓ માટે તેની જવાબદારીનો અહેસાસ થતો નથી. આવુ જ કંઈક પ.બંગાળમા થઈ રહ્યુ છેે. જયારે પણ મોદી આવી અરાજકતા પર બોલે છે ત્યારે દીદી નારાજ થઈ જાય છે. જોકે મમતા બેનરજીએ મોદીના આવા આક્ષેપનો આકરો જવાબ આપતા જણાવ્યુ કે તમે તૃણમૂલના ઉમેદવારને માફિયા ગણાવ્યા છે ત્યારે હુ તમને ચેલેન્જ આપુ છુ કે તમે મારા ૪૨ ઉમેદવાર પર જે આક્ષેપ કર્યા છે તે તમે સાબિત કરી બતાવશો તો હુ મારા તમામ ૪૨ ઉમેદવારની ઉમેદવારી પરત ખેંચાવી લઈશ. તેમણે વધુમા જણાવ્યુ કે કોલસા વિભાગ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે.અને તેથી ભાજપના નેતા કોલસાની લેવડદેવડના એજન્ટ બની ગયા છે. તેમણે મોદીને ચેતવણી આપી હતી કે મારી પાસે એક પેન ડ્રાઈવ છે જો હું તેને જાહેર કરી દઈશ તો કોલસાના માફિયા અને ગાયની ચોરીના તમામ પુરાવા બહાર આવી જશે. આ રીેતે મમતા બેનરજીએ મોદીને તેમની સરકાર પર જે આક્ષેપ કર્યા હતા તેનો જવાબ આપ્યો હતો.

(3:53 pm IST)