Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ધાર્યા કરતાં વહેલી થઇ ગઇ, જાત સદંતર મેલી થઇ ગઇ, મેં હસવાનું શીખી લીધું, દુનિયાને મુશ્કેલી થઇ ગઇ! ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા, સમજણ સામે રેલી થઇ ગઇ, બે ફળીયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઇ ગઇ, દર્પણમાં અવું શું જોયું? કે જમકુ ડોસી ઘેલી થઇ ગઇ?

મિલિન્દ ગઢવીની આ રચના પૂ. મોરારીબાપુએ ખુબ જ રસાળ શૈલીમાં રજૂ કરી હતી. સાથો સાથ તેનો મર્મ સમજાવ્યો હતો. જુદા-જુદા ઉદાહરણો આપી જણાવ્યું હતું કે શાંતિ અને ભકિત અપહરણ કરવાથી ન મળે, સમર્પણથી મળે. સત્યની નજીક રહો, ધીરજ રાખો, સોૈનો સમય આવે...આપણો પણ સમય આવે જ.

(12:50 pm IST)