Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

'કોફી વિથ હિરેન'...થકી અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સનું વિચારબીજ રોપાયું : નિમિષભાઇ

 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન' શરૂ કરવાનો વિચાર કઇ રીતે ઉદભવ્યો? એવો સવાલ કાર્યક્રમમાં સંચાલક વિરલ રાચ્છે પુછતાં અકિલાની વેબ એડિશનના એકઝીકયુટિવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ ખુબ જ સરળ શૈલીમાં હળવાશ સાથે જણાવ્યું હતું કે અખબાર ક્ષેત્રે તો અમે વર્ષોથી સકંળાયેલા જ હતાં. પરંતુ વડિલોનો આગ્રહ હતો કે હું કંઇક નોખુ-અનોખુ કરું. એ અરસામાં હું મારા ખાસ મિત્ર હિરેન સુબા સાથે કોફી પીવા બેઠો હતો. ત્યારે તેણે મને જણાવ્યું હતું કે જુનાગઢના મિલિન્દ ગઢવીના બે પુસ્તકો તૈયાર છે અને પ્રકાશીત કરવાના છે. તેની આ વાત સામે મેં તેને કહ્યું કે-આપણે જ તેને પ્રકાશીત કરીએ. બસ ત્યારે જ આ નિર્ણય લેવાયો અને 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન' એવું નામ પણ નક્કી કરી લેવામાં આવ્યું અને આજે અખા ત્રીજના શુભ અવસરે મિલિન્દના બે પુસ્તકો પ્રકાશીત થઇ પણ ગયા. 'રાઇજાઇ' અને 'નન્હે આંસૂ' એ ગુજરાતી અને હિન્દી ભાષાના પુસ્તકો વાચકોના હૃદયમાં છવાઇ જશે. તેવો અમને વિશ્વાસ છે. અમે આ પ્લેટફોર્મ પર દરેક જોનરના લેખકો, કવિઓ, વિવેચકોને તક પુરી પાડવા તૈયાર છીએ.

 

 

(12:47 pm IST)