Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

'રાઇજાઇ' એટલે ગપસપ, ગોષ્ઠી... 'રાઇજાઇ' રૂપે ગુજરાતી ગઝલને નવો આયામ મળ્યો છેઃ સંજુ વાળા

કવિ સંજુવાળાએ મિલિન્દ ગઢવીના પુસ્તક 'રાઇજાઇ'ની પ્રસ્તાવના લખી છે. તેણે કહ્યું હતું કે રાઇજાઇ રૂપી મિલિન્દ એ બે ભાષામાં લખતો આપણો કવિ છે. ગુજરાતીમાં તો એ ગઝલ લખે છે તો એક નવા કાવ્યપ્રકારમાં પણ તેણે સરસ કામ કર્યુ છે. મિલિન્દ જેટલો ગંભીર કવિ છે એટલો જ હળવોફુલ માણસ છે. એ ભારતીય કવિ છે એની સાબિતી એ છે કે એ નરસિંહથી છેક ખુશરો સુધી સફર કરનારો કવિ છે. આપણી ગુજરાતી ગઝલને જુદી-જુદી રીતે સોૈરાષ્ટ્રની બોલીથી શરૂ કરી ભારતીય ભાષાનો પગદંડો છે. હું હવે એના વિશે વાતો નથી કરતો મિલિન્દ, હોઠ પર આવી ચડે છે કોઇપણ તમારું સ્મરણ. મિલિન્દ મોૈનનો ઉત્સવ ઉજવતો કવિ છે. હું તેના બંને પુસ્તકો અને અકિલા પ્રકાશનને ખુબ ખુબ શુભકામના પાઠવું છું.

(12:45 pm IST)