Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

PWDમાં કાર્યરત અધિકારીની સુંદરતા ચર્ચામાં

બોલીવુડની અભિનેત્રી જેવા આ મહિલા અધિકારી સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે છે

નવી દિલ્હી તા. ૧૦ : હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. કુલ ૭ તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. લોકસાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં લાખોની સંખ્યામાં પોલીસકર્મીઓ અને ચૂંટણીકર્મીઓ શામેલ થયા છે. ચૂંટણીકર્મીઓ મતદાન અગાઉ મતદાન મથકે ઈવીએમ મસીન નિર્ધારીત સ્થળેથી લઈ જાય છે અને મતદાન પ્રક્રિયા બાદ તેને જમા કરાવે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ એક ચૂંટણી અધિકારી ચર્ચાનો વિષય બન્યા છે.

આ મહિલા અધિકારી પીડબલ્યૂડી વિભાગમાં કાર્યરત છે. તેઓ બંને હાથમાં ઈવીએમ મસીન લઈને જઈ રહ્યાં છે. તેઓ પીળા રંગની સાડી, ચહેરા પર કાળા રંગના ગોગલ્સ, ખુલા રેશમી વાળ અને હાઈ હીલ પહેરીને જઈ રહ્યાં છે. તેમના ગળામાં આઈકાર્ડ છે. મધ્યમ કદનો બાંધો ધરાવતા આ મહિલા અધિકારીની સુંદરતા ખરેખર કોઈ બોલીવુડ અભિનેત્રીને શરમાવે તેવી છે.

આ અધિકારીના ફોટા સોશિયલ મીડિયામાં ભારે ધુમ મચાવી રહ્યાં છે. આ ફોટા ૬ મે એ યોજાયેલા પાંચમા તબક્કાના ચૂંટણી મતદાનના એક દિવસ પહેલાના એટલે કે ૫ તારીખના છે. આ મહિલા અધિકારી રીતસરના સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. તેમના આ ફોટો એક ફોટો જર્નાલિસ્ટે ખેંચ્યા છે. આ તસવીરો લખનૌની હોવાનો અંદાજ છે.

(10:02 am IST)