Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

Paytm ટૂંક સમયમાં જ તેનું ડેબિટ કાર્ડ લોન્ચ કરશે : બેંકમાં 4.4 કરોડ વર્ચ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ

નવી દિલ્હી :ગ્લોબલ પેમેન્ટ કંપની Visa એ તેના નેટવર્કમાં Paytm Payments Bank નો સમાવેશ કર્યો છે. ટૂંક સમયમાં તમે Paytm ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકશો. આના હેઠળ, પેટીએમ ટૂંક સમયમાં Visa લખેલા ડેબિટ કાર્ડને જારી કરી શકે છે. ભારતમાં આશરે 30 કરોડ લોકો પેટીએમનો ઉપયોગ કરે છે. પેટીએમ સાથે જોડાઈને વિઝા કંપની તે ગ્રાહક વર્ગને પોતાની સાથે જોડાવા માંગે છે.

  જો કે, પેટીએમ બેંક હજી સુધી તેમની પાસે ખાતું ખોલાવનારા ગ્રાહકોને ડિજિટલ ડેબિટ કાર્ડ્સ ઉપલબ્ધ કરાવી રહ્યું હતું. હવે ગ્રાહકોને ફિઝિકલ કાર્ડ પણ આપવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી લાયસન્સ પ્રાપ્ત સાત પેમેન્ટ બેન્કો પૈકીની એક પેટીએમ અત્યાર સુધી RuPay ડેબિટ કાર્ડ જારી કરી રહી હતી. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક આગળ પણ ગ્રાહકોને RuPay ડેબિટ કાર્ડ આપવાનું ચાલુ રાખશે.  બેંકમાં 4.4 કરોડ વર્ચ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ્સ છે.

(12:00 am IST)