Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અયોધ્યા કેસ : મધ્યસ્થતા પ્રક્રિયા બાદ સુનાવણી થશે

કાલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થશે

નવી દિલ્હી, તા.૯ : લોકસભા ચુંટણીની વચ્ચે સુપ્રિમ કોર્ટમાં આવતીકાલે અયોધ્યા કેસની સુનાવણી થશે. ખાસ બાબત એ છે કે આઠમી માર્ચના દિવસે મધ્યસ્થતા પ્રક્રિયા બાદ પ્રથમ વખત સુપ્રિમ કોર્ટમાં રાજકીય રીતે સંવેદનશીલ આ મામલામાં સુનાવણી થશે. સૂત્રોએ કહ્યું છે કે અયોધ્યા ભૂમિ વિવાદ પર ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિએ સુપ્રિમ કોર્ટમાં સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટની વેબસાઈટ પર આ બાબતને લઈને એક નોટિસ છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાંચ જજની બેચ દ્વારા સુનાવણી કરવામાં આવશે. પેનલે બંધ રૂમમાં સુનાવણી કરવા અને આઠ સપ્તાહની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવા કહ્યું હતું.

(12:00 am IST)