Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આજ ''વિશ્વ હોમિયોપેથીક દિવસ''

હોમિયોપેથીક ચિકિત્સા પધ્ધતિની શોધ જર્મનીમાં ડો.સેચ્યુઅલ હનીમેને, ઈ.સ.૧૭૯૬માં કરી હતી. તેઓએ સમયનાં એમ.ડી. ચિકિત્સક હતા. તેઓને ૧૪ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા, જેથી વિવિધ ભાષામાં ભાષાંતર કરવું તેમનાં માટે ખૂબ જ સરળ હતું એ સમયમાં જે સારવાર ખૂબ જ સરળ હતું. એ સમયમાં જે સારવાર આપવામાં આવતી હતી તે અત્યંત પીડાદાયક અને અમાનવીય હતી. આવા સમયમાં એક વૈદ્યકીય પુસ્તકનાં ભાષાંતર દરમ્યાન તેમને જાણવામાં આવ્યું કે ''CINCHONA''નાં વૃક્ષની છાલનો રસ, તંદુરસ્ત માનવ દ્વારા લેવામાં આવે તો, ખૂબ જ ઠંડી લાગવાની સાથે, શરીરનું તાપમાન વધીને તાવ આવે છે અને ખૂબ જ પરસેવો થયા બાદ તાવ ઉતરી જાય છે. આ સામાન્ય અવલોકન અને પ્રયોગનાં અંતે ડો.સેમ્યુઅલ હાનેમેને અનેક વનસ્પતિઓ અને વિવિધ ખનીજ તત્વો અને રાસાયણિક ક્ષારોનો ઉપયોગ તેનાં પોતાનાં પર જ અને અન્ય તંદુરસ્ત વ્યકિત પર કરીને તેમણે ''સમ ચિકિત્સા'' Similia- Similibus curentur, એટલે કે Law of Similar નો સિધ્ધાંત પ્રસ્થાપિત કર્યો. જે તત્વ પદાર્થ તંદુરસ્ત વ્યકિતમાં અમુક માત્રા માં લેવાથી, જે લક્ષણો ઉત્પન્ન થાય છે, તેવા જ લક્ષણો વાળા રોગીષ્ટને આજ તત્વ અમુક પાવર(potenly) તે રોગોનાં લક્ષણો તેનાં સંપૂર્ણ સ્વરૃપે દૂર કરે છે.''

ડો.હેનીર્મને આ સિધ્ધાંત આપ્યા બાદ, તે સમયની (૧૮મી સદી) ઉગ્ર, જલદ ઔષધિઓને લીધે થતી આડઅસર અટકાવવા માટેનાં પ્રયત્ન રૃપે, દવાનાં તત્વોને નિશ્ચિત પ્રમાણમાં નિસ્યંદિતપાણી, દૂધ શર્કરા અને આલ્કોહોલમાં મેળવી દીધા તથા અમુક ચોકકસ- નિશ્ચિત સમય સુધી અને નિશ્ચિત દિશામાં જ ખરલમાં દવાનાં તત્વોને ઘૂંટીને આપવાનું શરૃ કર્યું. જેનાં પરિણામે તેમણે પ્રતિપાદિત કર્યું કે, જેમ જેમ દવાનાં તત્વોને ભૌતિક શાસ્ત્રનાં નિયમાનુંસાર નિશ્ચિતરૃપથી પદાર્થને ખરલમાં લસોટવાથી, તે પદાર્થમાં સામાન્ય અવસ્થામાં સુશુપ્ત શકિતઓ હોય છે તે, લસોટવાથી વધારેને વધારે શકિતશાળી- કાર્યદક્ષ એટલે કે  Potent બને છે. આ સિધ્ધાંતને તેમણે ''Potentisation'' એટલે કે ''પદાર્થનું સુક્ષ્મીકરણ''નો મુલવવામાં આવ્યું.

આ સારવાર પધ્ધતિમાં રોગીનાં, રોગનાં લક્ષણોને માત્ર નાબૂદ કરવામાં આવતા નથી, પરંતુ વ્યકિતની સંપૂર્ણ માનસિક, શારીરીક અને આત્મિક તંદુરસ્તીને નિયમન કરીને રોગને કાયમ માટે નાબૂદ કરી શકાય છે. વ્યકિતએ વ્યકિતએ રોગનું કારણ, પ્રકૃતિ, દરેક પર અલગ- અલગ પ્રભાવ પાડે છે. એક સરખી બીમારી વાળા બે અલગ- અલગ વ્યકિતનું રોગનું કારણ એક હોઈ શકે, છતાં દર્દી ઉપરનો પ્રભાવ- લક્ષણો અલગ હોઈ શકે છે. આજ Individualisationનો સિધ્ધાંત જ હોમિયોપેથીક ચિકિત્સાને અન્ય સારવારથી તદન જૂદો પાડે છે. જે આ માનવીય ચિકિત્સાની વિશેષતા છે.

હોમિયોપેથીક સારવારમાં આપવામાં આવતી મીકી ગોળીઓ અને દવા વિવિધ તત્વો- પદાર્થ માંથી બનાવવામાં આવે છે. જેવા કે, (૧) વનસ્પતિ, (૨)પ્રાણીની પેશીઓ, (૩) વનસ્પતિ અને પ્રાણીની તંદુરસ્ત પેશીનાં રસાયણો, (૫) વનસ્પતિ, પ્રાણી અને માનવીય દુરસ્ત પેશીઓ, (૬) કુદરતી જૈવિક શકિતઓ, (૭) અકૃત્રિમ રસાયિણક તત્વો માંથી દવાનો અલગ- અલગ પાવરમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.

જયારે હોમિયોપેથીક વિજ્ઞાનમાં, ૧૭૯૬થી લઈને આજ- દીન સુધી વિવિધ તત્વોમાંથી બનાવેલી આશરે ૪૬૦૦ દવા ઉપલબ્ધ હશે, પણ એકપણ દવા પર, આજ સુધી કોઈપણ પ્રકારની આડઅસર કે કોઈપણ પ્રતિબંધિત દવા તરીકે, સરકારશ્રી તરફથી ફરમાન થયેલ નથી. જે આ દવાની અને આ તબીબી વિજ્ઞાનની ફળદ્રુપતા અને સચોપ્તા પૂરવાર કરે છે.

આજે વિશ્વમાં હોમિયોપેથીક દવાનો વિશેષરૃપે પ્રસાર અને પ્રચાર થઈ રહયો છે. તે જોતા, આવનો સમય માત્ર અને માત્ર આ સારવાનો જ હશે તેમ કહેવું અતિશયોકિત નથી.

દરેક હોમિયોપેથીક દવા, માનવશરીરની  રોગપ્રતિકાર  શકિતને  ઉત્તેજીત કરીને, રોગનાં કારણો સામે, રોગીમાં શરીરને રોગ સામે પ્રતિકાર કરવાની વિશેષ શકિત પ્રદાન કરે છે અને રોગને કાયમ માટે શરીરમાંથી જડમૂળ માંથી નાબૂદ કરવાની કાર્યક્ષમતા બક્ષે છે.

વિદેશી દવાઓની માત્ર રોગમાં જીવાણું કે વિષણુંને થોડા સમય માટે દબાવી દેવાનું જ કાર્ય કરે છે, જેને Suppression of disease કહેવામાં આવે છે. જેથી રોગનું એક સ્વરૃપ માંથી બીજા સ્વરૃપમાં અને વિશેષતા અગત્યનાં અંગોમાં પ્રસ્થાપિત થવાનું જૂનો રોગ મટતો નથી, પરંતુ નવા લાક્ષતિકતા સાથે રોગ અન્ય અંગોને નુકશાન કરે છે.

જયારે હોમિયોપેથીક સારવાર ચિકિત્સામાં રોગીનાં રોગને સંપૂર્ણપણે નાબૂદ કરીને કાયમ માટે, અન્ય કોઈપણ પ્રકારની આડઅસર કે વિપરિત અસર વગર અને અન્ય નવા રોગો ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ પર્ણ નીરોગી બનાવે છે.

હોમિયોપેથીક સારવાર ખૂબ જ સચોટ, વૈજ્ઞાનિક નિતી નિયમો ( 7Cardinal rules) અને કુદરતનાં સિધ્ધાંતને આધારિત, સંપૂર્ણ સલામત, નીરામય ચિકિત્સા સારવાર છે.

આજના દિવસ ''વિશ્વ હોમિયોપેથીક દિન'', તરીકે ઉજવીયે અને તેમનાં શોધકે સૂચવેલા સૂત્રો મુજબ સાચી સારવાર દ્વારા સમાજને ઉપયોગી બનીએ, એજ તેનાં માટેની સાચી ઉચિત ઉજવણી હશે.

સંકલનઃ શ્રેયા કિર્તીકુમાર જોશી વિદ્યાર્થીની રાજકોટ

હોમિયોપેથીક મેડિકલ કોલેજ, ગોંડલ રોડ,

રાજકોટ મો.૯૮૨૫૧ ૪૫૪૭૬

(2:48 pm IST)