Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

પ.બંગાળમાં તૃણમૂલે પંચાયત ચૂંટણીમાં સપાટો બોલાવ્‍યો

મમતા ભાજપનું માથું ભાંગે એવી નિકળીઃ ભાજપને તોબા પોકારાવી દીધા !! ભાજપ નેતાઓએ દેકારો મચાવ દીધો...! : અનેક જિલ્લા-તાલુકા પંચાયતો બિનહરીફ મેળવીઃ ભાજપ કહે છે અમને ફોર્મ ભરવા ન દીધા, ઉમેદવારોને ધમકાન્‍વયાઃ બોંબ અને બંદૂકની સંસ્‍કૃતિનું પ્રતિક છે

કોલકત્તા તા. ૧૦ : પヘમિ બંગાળની પંચાયત ચૂંટણીમાં સેંકડો બેઠકો ઉપર મુખ્‍યમંત્રી મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ બિનહરીફ ચૂંટાઇ આવ્‍યો છે. ભાજપના રાષ્‍ટ્રિય મંત્રી રાહુલ સિન્‍હાએ કહ્યું છે આ જીત બોંબ અને બંદૂકોની સંસ્‍કૃતિનું પ્રતિક છે. આ લોકોની જીત નથી ભાજપના અગ્રણીઓ કહે છે અમને લડવા જ નથી દેવાયા ?!  પ.બં.ના બીરભૂમ જિલ્લા પંચાયતની ૪ર માંથી ૪૧ બેઠક ઉપર તૃણમૂલ કોંગ્રેસ બિનહરીફ ચુંટાઇ આવેલ છે. તો બીરભૂમ પંચાયત સમિતિની ૧૯માંથી ૧૪ બેઠકો ઉપર તૃણમૂલ બિનહરીફ ચૂંટાયેલ છે.

મુર્શીદાબાદમાં ૩૦માંથી ર૯૭ ભારતપુરની તમા રર, બરવાનમાં તમામ ૩૭ પંચાયત સમિતિની બેઠકો ઉપર મમતાનો તૃણમૂલ બિનહરીફ વિજયી બન્‍યો છે.

પં.બં.માં વિપક્ષ ભાજપે ચૂંટણી ગરબડોના આરોપ સાથે આરોપ મૂકયો છે કે બીજા ઉમેદવારોને ચૂંટણીમાં ઉભા રહેવા જ દેવાયા નથી. તૃણમૂલના લોકો ધમકી આપી રહ્યા છે, ઉમેદવારી પત્ર ભરવા દેતા નથી એટલે આ પરિણામો અભૂતપૂર્વ નથી, તેઓ બિનહરીફ જ ચૂટાવા માગતા હતા.

ભાજપના રાષ્‍ટ્રિય મંત્રી શ્રી રાહુલ સિંહાએ કહ્યું કે આ જીત બોમ્‍બ અને બંદૂકોની સંસ્‍કૃતિનું પ્રતિક છે. આ લોકોની જીત નથી. તૃણમૂલે ચૂંટણી પૂર્વે જ લોકોને સહુપ્રથમ આતંકીત કર્યા છે. અને હવે દાવો કરશે કે વિકાસની જીત થઇ છે.

બીજી તરફ માર્કસવાદી સામ્‍યવાદી પક્ષના ધારાસભ્‍ય સુજાન ચક્રકર્તીએ કહ્યું છે. કે તૃણમૂલ ગ્રામીણ વિસ્‍તારોમાં જીતી શકી નથી. પરંતુ તેઓએ બૂથ કબ્‍જે કર્યા હતા. ગ્રામ્‍ય વિસ્‍તારમાં તૃણમૂલે વિરોધપક્ષોને ઉમેદવારી કરતા રોકવા તેમણે ગ્રામ્‍ય એકમો ઉપર કબ્‍જો કર્યો છે.

(11:42 am IST)