Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશની કોશિષ કરનાર પંજાબના 15 યુવકો લાપત્તા : લેભાગુ એજન્ટોને વ્યક્તિ દીઠ 19 લાખ 50 હજાર રૂપિયા આપ્યા હતા

ન્યુયોર્ક : અમેરિકા જવાના મોહમાં પંજાબના 15 યુવકો મેક્સિકો બોર્ડર ઉપર પકડાયા પછી તેમનો કોઈ પત્તો મળવો મુશ્કેલ બનતા તેઓના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.
પ્રાપ્ત વિગત મુજબ અમેરિકા માત્ર એક કલાક જેટલા અંતરે જ હતું ત્યારે મેક્સિકો બોર્ડર ઉપરથી તેમને પકડી લેવાયા હતા.જે પૈકી 6 યુવકોને જવા દેવાયા બાદ બાકીનાને હિરાસતમાં લઇ લીધા હતા.જેઓએ 2 દિવસ બાદ પરિવારજનોને ફોન કરી તેઓ નિકારાગુઆ પહોંચ્યા હોવાનું  તથા ગ્વાટેમાલા સડકથી મેક્સિકો પહોંચશે તેમ જણાવ્યું હતું
આ બાબતે નોર્થ અમેરિકન પંજાબી એશોશિએશનના શ્રી સતનામસિંહ ચહલએ જણાવ્યા મુજબ તેઓ 56 લોકોના સમૂહમાં શામેલ હતા.તેમણે જણાવ્યું હતું કે આવી રીતે ગેરકાયદે પ્રવેશની રીત યોગ્ય નથી.

(8:47 pm IST)