Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

માતા- પુત્રી ઉપર ચાકૂના ઘા ઝીંકી ક્રૂર હત્‍યાઃ પુત્રીના બોય ફ્રેન્‍ડ ઉપર શંકા

નવીદિલ્‍હીઃ પૂર્વી દિલ્‍હીના વસુંધરા એન્‍કલેવના પોશ વિસ્‍તારમાં સુમિતા નામની ૪૫ વર્ષની માતા અને સ્‍મૃતા નામની ૨૨ વર્ષ આસપાસની પુત્રી ઉપર અસંખ્‍ય છરીના ઘા ઝીંકી હત્‍યા કરવામાં આવી છેઃ પતિના મૃત્‍યુ પછી માતા- પુત્રી અહીં સાથે રહેતા હતાઃ સુમિતા ઈવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ કરતી હતી અને પુત્રી સ્‍મૃતા હોસ્‍પિટાલીટી સેકટરની ટ્રેનીંગ લેતી હતીઃ સીસીટીવીમાં એક વ્‍યકિત મળી આવેલ જે આ હત્‍યાના બનાવ પછી સ્‍મૃતાની મોટર આડેધડ ચલાવી ભટકાડતો- ભટકાડતો ભાગતો  જોવા મળેલઃ આ વ્‍યકિત સ્‍મૃતાનો બોય ફ્રેન્‍ડ હોવાનું મનાય છે

(5:05 pm IST)