Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો

આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો : આરઆઈએલની માર્કેટ મૂડી વધી હવે ૮૦૨૮૫૫.૪૪ કરોડ સુધી પહોંચી : ટીસીએસ બીજા ક્રમાંક પર અકબંધ

મુંબઈ, તા. ૧૦ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. આ ગાળામાં આઠ કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૯૦૮૪૪.૮ કરોડ સુધી વધી ગઈ છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. તેની માર્કેટ મૂડી વધતા તે હજુ પણ પ્રથમ ક્રમ ઉપર અકબંધ છે. ટીસીએસ, એચડીએફસી, આઈટીસી, એચડીએફસી બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. એચયુએલ અને ઇન્ફોસીસમાં સૌથી વધુ ઘટાડો માર્કેટ મૂડીની દ્રષ્ટિએ નોંધાયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન તેમની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો. સેંસેક્સમાં છેલ્લા સપ્તાહમાં ૬૦૭ પોઇન્ટનો ઉછાળ નોંધાયો હતો માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ધરાવતી આરઆઈએલની માર્કેટ મૂડી ૨૫૨૯૧.૨૮ કરોડ સુધી વધી ગઈ છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૮૦૨૮૫૫.૪૪ કરોડ સુધી થઇ ગઈ છે. આવી જ રીતે આઈટીસીની માર્કેટ મૂડી પણ નોંધનીયરીતે વધી છે. ટીસીએસની માર્કેટ મૂડી ૧૧૫૦૧.૦૬ કરોડ સુધી વધી જતાં તેની મૂડી ૭૫૮૮૪૪.૭૬ કરોડ થઇ ગઇ છે. આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશનમાં માર્કેટ મૂડી વધારવાને લઇને જોરદાર સ્પર્ધા રહી શકે છે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં સાત પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. ચૂંટણીને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ આગામી દિવસોમાં રાજકીય ગતિવિધિ વધારે તીવ્ર જોવા મળશે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પણ સાવચેતીપૂર્વકનું વલણ અપનાવવામાં આવશે. સેંસેક્સ અને નિફ્ટી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી સાથે બંધ રહ્યા હતા. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૬૦૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૭૨ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા. ૧૦ : શેરબજારમાંમ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. કોની માર્કેટ મૂડી કેટલી વધી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૨૫૨૯૧.૨૫

૮૦૨૮૫૫.૪૪

આઈટીસી

૧૭૪૫૯.૫૭

૩૫૭૮૨૯.૨૧

એચડીએફસી બેંક

૧૨૦૮૫.૪૫

૫૭૯૧૨૧.૬૧

ટીસીએસ

૧૧૫૦૧.૦૬

૭૫૮૮૪૪.૭૬

આઈસીઆઈસીઆઈ

૧૦૭૩૭.૮

૨૩૮૫૦૮.૨૪

એસબીઆઈ

૭૪૦૭.૪૩

૨૫૧૦૦૪.૭૦

એચડીએફસી

૪૨૦૬.૧૩

૩૨૪૦૮૬.૮૬

કોટક મહિન્દ્રા

૨૧૫૬.૦૮

૨૩૬૧૯૫.૫૩

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા. ૧૦ : શેરબજારમાંમ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની બે કંપનીઓની મૂડીમાં ઘટાડો થયો છે. કોની કેટલી માર્કેટ મૂડી ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ઇન્ફોસીસ

૧૨૪૯૪.૪

૩૧૧૨૮૮.૩૨

એચયુએલ

૭૩૪૫.૦૭

૩૬૮૨૧૦.૭૦

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

 

(8:03 pm IST)