Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કોંગ્રેસ સત્તા પર આવશે તો ત્રણ કૃષિ કાયદા રદ કરશે

કોંગ્રેસના પ્રિયંકા ગાંધીનું આશ્વાસન

લખનઉ : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ત્રણ કૃષિ કાયદાના મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ ત્રણ કૃષિ કાયદાને રદ કરશે.

શારહનપુરમાં કિસાન પંચાયત દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, તેઓ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે ત્રણ કૃષિ કાયદા શેતાન સમાન છે. જો તેમની સરકાર સત્તામાં આવશે તો આ આ કાદયાઓ રદ કરી નાંખશે. જ્યાં સુધી કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી તેમની પાર્ટી લડત ચાલુ રાખશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી બાદ પ્રિયંકા ગાંધીની ખેડૂતો સાથેની આ પ્રકારની પ્રથમ સભા રહી છે.

(9:00 pm IST)