Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

લખનૌમાં ૧૨ થી ૨૫ ફેબ્રુઆરી પીવાનું પાણી વિતરીત નહીં થાય

દર વર્ષે પાણીની ટાંકીઓ સાફ કરાય છેઃ પાણીનો સંગ્રહ કરી લેવા તંત્રની અપીલ

લખનૌઃ શહેરમાં ૧૨ થી ૨૫ ફેબ્રુઆરી સુધી ઘરોમાં પાણી નહીં આવે. ૧૪ દિવસ સુધી પીવાના પાણીનું સંકટ થશે. વર્ષમાં એક વખત પાણીના ટાંકાની સફાઈના કારણે આવું બનશે. જેનાથી લખનૌના અલગ- અલગ વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ રહેશે. અધિકારીઓએ જણાવેલ કે જે ટાંકીઓની સફાઈ કરવાની છે તે વિસ્તારના લોકો પાણીનો સંગ્રહ કરીલે. ૧૧ ફેબ્રુઆરી ખુર્રમનગરભ, ૧૭મીએ વિકાસ નગર-૮, ૨૨મીએ રાજીવનગર- કલ્યાણપુર, ૨૫મી એ આદિલનગર, બે માર્ચ વિકાસનગર-૧૧, ૫ માર્ચ વિકાસ નગર- ૧૩, ૮ માર્ચ વિકાસ નગર-૩, ૧૨ માર્ચ વિકાસ નગર-૪, ૧૫ માર્ચ વિકાસ નગર-૫ની સફાઈ થશે. લખનૌના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ ૧૪ દિવસ બંધ રહેવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે આટલા દિવસનું પાણી સંગ્રહ કેમ કરવું તે પણ દ્વીધા છે.

(3:17 pm IST)