Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

શહેરની આવાસ યોજનાની ડીઝાઇન રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

એફોર્ડેબલ પ્રકારની આવાસ યોજના માટે ગ્રીન બિલ્ડીંગ સર્ટિફીકેશન પ્રાપ્ત કરનાર રાજકોટ દેશનું પ્રથમ શહેર બન્યું

રાજકોટ, તા.૧૦: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વેસ્ટઝોન વિસ્તારમાં વોર્ડ નં ૧૧, આર્યલેન્ડ રેસીડેન્સી પાસે પર સ્માર્ટદ્યર ૩ યોજના અંતર્ગત ૧૧૭૬ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.  આ પ્રોજેકટમાં યુનિક, ઇનોવેટીવ, આરામદાયક અને ઉર્જા કાર્યક્ષમ ડીઝાઈન બનાવવા માટે બિલ્ડીંગ ડીઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરીને દ્યરના અંદરનું તાપમાન ૩૦ થી ૩૧ ડીગ્રી વચ્ચે રહે તે મુજબ સ્થાનિકે કામગીરી કરાવવામાં આવેલ છે. જે માટે દરેક બિલ્ડીંગમાં બહારની દક્ષીણ બાજુએ કેવીટીવોલ નુ આયોજન કરવામાં આવેલ છે. તેમજ બારીઓની ઓપનેબલ ડીઝાઈન, વેન્ટીલેશન શાફ્ટ, વિગેરે સામેલ છે. તેમજ ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સિપલ્સને ધ્યાને રાખીને ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાવર્િેસ્ટંગ અને બિલ્ડીંગ લે-આઉટમાં ગ્રીન સ્પેસનું આયોજન કરવામાં આવેલ છે. ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવેલ છે. તે સાથે યોજનાને Inclusive બનાવવા માટે આંગણવાડી અને શોપિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વે પાસાઓને ધ્યાને લઈને કેન્દ્રીય નોડલ એજન્સી GRIHA (Green Rating for Integrated Habitat Assessment) દ્વારા દેશને સર્વ પ્રથમ રાજકોટ શહેરને આ એવોર્ડમાં સન્માનિત કરવામાં આવેલ છે. તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:33 pm IST)