Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

બર્ડફલુનો ફફડાટ : કાનપુર ઝૂ ના તમામ પક્ષીઓને મારી નાખવા આદેશ

4 પક્ષીઓના મોત બાદ તપાસમાં વાઇરસ મળતા ઝૂના આસપાસના વિસ્તારોને રેડઝોન જાહેર

ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક નગર કાનપુરના ઝૂમાં બર્ડફ્લૂની પુષ્ટિ બાદ દહેશત ફેલાઇ ગઇ છે. તંત્રે ઝૂનું ચિડિયાઘર વિભાગ બંધ કર્યો ચઝએ સાથે  ઝૂના તમામ પક્ષીઓને મારી નાંખવાનો આદેશ પણ આપી દીધો છે. બર્ડ હાઉસમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કાનપુર ઝૂના કેટલાક પક્ષીઓમાં બર્ડફ્લૂના વાઇરસ મળતા તંત્ર સફાળું જાગ્યું છે. બીમારીનો ડર ફેલાઇ ગયો છે. હાલમાં કાનપુર ઝૂ સીલ કરી દેવાયું છે.

કાનપુર ઝૂમાં 4 પક્ષીઓના તપાસ બાદ તેની તપાસ કરવામાં આવતા બર્ડફ્લૂના વાઇરસ મળી આવ્યા હતા. કાનપુરના મ્યુનિસિપલ કમિશનર રાજશેખરના આદેશ પર ઝૂના આસપાસના વિસ્તારોને રેડઝોન જાહેર કરી દેવાયા છે. તેમજ તમામ રહેવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

કાનપુર ઝૂમાં બે દિવસમાં 10 પક્ષીઓનાં મોત થઇ ગયા. જેમાંથી 4ના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં બર્ડફ્લૂની પુષ્ટિ થઇ છે.

ઝૂના વહીવટકર્તાઓએ હવે અન્ય માંસાહારી પશુઓને ભોજનમાં ચિકન આપવાનું બંધ કરી દીધું છે. તેમને ઇંડા આપવામાં આવી રહ્યા છે. તે પણ 20 મિનિટ સુધી બાફ્યા પછી. બર્ડફ્લૂના બચાવ તરીકે પશુઓને દવાઓ પણ આપવામાં આવી રહી છે.

(8:43 pm IST)