Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

પાકિસ્તાનમાં હિન્દુ મહિલા ટીચર એકતા પાસે ધરાર ઈસ્લામ કબૂલ કરાવી આયશા નામ રાખ્યું: લઘુમતી મહિલાઓ ઉપર ધાર્મીક અત્યાચાર ચરમસીમા એ

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓના વધુ કરતુતો ફરી બહાર આવ્યા છે. બલુચિસ્તાનમાં હિન્દુ મહિલા ટીચર એકતાનું અપહરણ કરી તેની પાસે ધરાર ઈસ્લામ કબૂલ કરાવી તેનું નામ આયશા રાખ્યાનું પ્રસિદ્ધ થયું છે. પાકિસ્તાનમાં રહેતા હિંદુ, શીખ, ઇસાઇ લઘુમતીઓ ઉપર સતત ધાર્મિક અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે. લોકડાઉન દરમિયાન પાકિસ્તાનમાં લઘુમતી યુવતીઓનું ધરાર ધર્માંતર કરાવવાની પ્રવૃત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે.

(6:14 pm IST)