Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

તેજી પર ફરી બ્રેક : સેંસેક્સમાં ૧૦ પોઇન્ટનો નોંધાયેલ ઘટાડો

ઉદાસીન કારોબાર વચ્ચે સેંસેક્સ ૩૪૪૩૩ ઉપર : બજેટ અને ચાવીરૂપ કોર્પોરેટ કમાણીના આંકડાની વચ્ચે મૂડીરોકાણકાર સાવધાન : ભારે અફડાતફડીનો દોર જારી

મુંબઇ,તા. ૧૦ : શેરબજારમાં આજે શરૂઆતી કલાકોમાં ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦ પોઇન્ટ ઘટીને ૩૪૪૩૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૦૪૩૨ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૦.૬ ટકા અને ૦.૧ ટકા સુધીનો ઘટાડો થયો હતો. શેરબજારમાં હવે બજેટ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ સપ્તાહમાં જ ચાવીરૂપ કોર્પોરેટ કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. ફેડરલ બજેટ પણ આગામી મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. નાણાંપ્રધાન અરૂણ જેટલ પહેલી ફેબ્રુઆરના દિવસે બજેટ રજૂ કરનાર છે. ડિસેમ્બર બાદના ટીસીએસના પરિણામ આવતીકાલે ગુરૂવારે જાહેર કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે ઇન્ફોસીસના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ૧૧મી જાન્યુઆરીથી ઇન્ડિયા ઇંક દ્વારા તેમના પરિણામો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવનાર છે. ઇન્ડસઇન્ડ બેંક અને આઇટીની મોટી કંપની ટીસીએસ દ્વારા ગુરૂવારના દિવસે તેમના આંકડા જારી કરવામાં આવનાર છે. જ્યારે સલીલ પારેખના નેતૃત્વમાં ઇન્ફોસીસ દ્વારા શુક્રવારે ૧૨મી જાન્યુઆરીના દિવસે આંકડા જારી કરવામાં આવનાર છે. તમામ પરિણામ પર કારોબારીઓની નજર કેન્દ્રિત રહેશે. દરમિયાન અપોલો માઇક્રો સિસ્ટમના આઇપીઓ પર નજર કારોબારીની રહેનાર છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીના આઇપીઓ ૧૦મી જાન્યુઆરીએ ખુલશે.કંપની દ્વારા તેના ઓફરિંગ માટે પ્રતિ શેર ૨૭૦-૨૭૫ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. તે ૧૫૬ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. ઇસ્યુ મારફતે ઉભા કરવામાં આવનાર રકમનો ઉપયોગ વધારાના વર્કિંગ કેપિટલ અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવનાર છે. રિટેલ ઇન્વેસ્ટચરોને ઇસ્યુ પ્રાઇઝ પર ૧૨ રૂપિયાની છુટછાટ આપવામાં આવનાર છે. શેરબજારમાં આજે પણ તેજી જોવા મળી હતી.ગઇકાલે મંગળવારના દિવસે દરમિયાન ઉતારચઢાવ રહ્યા બાદ સેંસેક્સ ૯૦ પોઇન્ટ ઉછળીને ૩૪૪૪૩ની સપાટી પર રહ્યો હતો.જ્યારે નિફ્ટી ૧૩ પોઇન્ટ સુધરીને ૧૦૬૩૭ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં તેજી રહેતા કારોબારી આશાવાદી દેખાઇ રહ્યા છે. વૈશ્વિક બજારની અસર પણ જોવા મળી રહી છે.

ઉદાસીન કારોબાર જારી

        મુંબઈ, તા. ૧૦ : શેરબજારમાં આજે શરૂઆતી કલાકોમાં ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦ પોઇન્ટ ઘટીને ૩૪૪૩૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૦૪૩૨ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૦.૬ ટકા અને ૦.૧ ટકા સુધીનો ઘટાડો થયો હતો.  ઉદાસીન કારોબારની સાથે સાથે નીચે મુજબ છે.

*   શેરબજારમાં ઉદાસીન કારોબારનો દોર જારી

*   આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર ચાવીરુપ કોર્પોરેટ કમાણીના આંકડાને લઇને રોકાણકારો સાવધાન થયા

*   આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી

*   પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં કેટલાક લોકપ્રિય પગલા લેવામાં આવી શકે છે તેવી હિલચાલ

*   ટીસીએસના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે

*   શુક્રવારના દિવસે ઇન્ફોસીસના પરિણામ

*   સેંસેક્સ ૧૦ પોઇન્ટ ઘટી ૩૪૪૩૩ અને નિફ્ટી ચાર પોઇન્ટ ઘટી ૧૦૪૩૨ની સપાટીએ

*   મિડકેપ અને સ્મોલકેપમાં પણ ઘટાડો

(7:53 pm IST)