Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ડીઝલ ભડકે બળે છેઃ રાજકોટમાં ભાવ લિટરના રૂ. ૬૪.૮૩

મોદી સરકાર માટે સૌથી મોટી કસોટી, આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ભડકોઃ મે-૨૦૧૫ પછી દેશમાં ડીઝલ તેની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યુ

નવી દિલ્હી તા. ૧૦ : મે-૨૦૧૫ પછી દેશમાં ડીઝલ તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યું છે. રાજધાની દિલ્હી સહિત દેશમાં ડીઝલના ભાવમાં વધારો થતા ડીઝલ રીટેઇલ પ્રાઇસ જૂના બધા રેકોર્ડ તોડી આંતરરાષ્ટ્રીય બજારમાં ૬૮ ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું છે. જેના કારણે દેશમાં પણ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, 'ઈંધણમાં રાહત આપવાનો મુદ્દો રાજય સરકારો સાથે સંકળાયેલો છે.'

 

તેમણે કહ્યું કે, 'પેટ્રોલ-ડીઝલ પર ફકત કેન્દ્ર જ ટેકસ નથી લેતું રાજય સરકારો પણ લે છે. જયારે કેન્દ્રે સ્થિતિ જોતા તેની એકસાઇઝ ડ્યુટીમાં પેટ્રોલ પર લીટરે રૂ.૨નો ઘટાડો કર્યો છે. હવે રાજય સરકારોની ફરજ છે કે તેઓ પોતાના વેટમાં ઘટાડો કરી લોકોને રાહત આપે.' આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધારાથી દેશભરમાં તાત્કાલીક અસરથી ભાવમાં વધારો આવ્યો છે. જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં ડીઝલનો ભાવ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને સૌથી ઉંચો એટલે કે લીટરે રૂ.૬૦.૬૬ થઈ ગયો છે. જયારે પેટ્રોલ રૂ.૭૦.૫૩ સુધી પહોંચી ગયું છે.

વૈશ્વિક ધોરણે તેલના ભાવમાં અવિરત વધારા પાછળ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક એવા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૩૫ સેન્ટ્સનો વધારો છે જે પ્રતિ બેરલ ડોલર ૬૮.૨૯એ પહોંચ્યું છે. જયારે યુએસ બેન્ચમાર્ક WTI પણ ૪૭ સેન્ટ્સ વધીને ૬૨.૨૦ ડોલરની સપાટીએ પહોંચ્યો છે, જે મે ૨૦૧૫ પછી અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે.

ડીઝલના ભાવમાં આવેલ વધારાની અસર ગુજરાતના શહેરોમાં પણ જોવા મળી છે. રાજયમાં આજ મહિનામાં ગત ડિસેમ્બરની સરખામણીએ ડીઝલના ભાવમાં કુલ ૦.૯૬%નો વધારો થયો છે. તો પેટ્રોલમાં ૦.૬૧%નો વધારો નોંધયા છે. જોક પાછલા ૬ મહિનાથી સતત વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવને ધ્યારને રાખીને કેન્દ્ર સરકારે ગત ૩ ઓકટોબરના રોજ પોતાની એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડે પણ પોતાના રાજય વેટમાં ઘટોડા કર્યો હતો.

શહેરોમાં ડીઝલ - પેટ્રોલના નવા - જૂના ભાવ

શહેર

પેટ્રોલ

ડીઝલ

જુનો

નવો

જુનો

નવો

અમદાવાદ

૬૯.૯૪

૭૦.૦૦

૬૪.૮૧

૬૪.૯૫

ગાંધીનગર

૭૦.૧૧

૭૦.૧૭

૬૪.૯૮

૬૫.૧૩

વડોદરા

૬૯.૬૫

૬૯.૭૧

૬૪.૫૨

૬૪.૬૬

સુરત

૬૯.૮૮

૬૯.૯૩

૬૪.૭૬

૬૪.૯૧

રાજકોટ

૬૯.૮૦

૬૯.૮૬

૬૪.૬૯

૬૪.૮૩

ભુજ

૭૦.૧૨

૭૦.૧૭

૬૪.૯૮

૬૫.૧૩

મહેસાણા

૬૯.૯૯

૭૦.૦૫

૬૫.૦૩

૬૪.૮૮

(11:02 am IST)