Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેનો મોટો આરોપ : કહ્યું-ખેડૂતોના આંદોલનમાં ચીન અને પાકિસ્તાનનો હાથ છે

નવી દિલ્હી :મોદી સરકારમાં કેન્દ્રીય પ્રધાન રાવ સાહેબ દાનવેએ ઔરંગાબાદમાં કહ્યું હતું કે દિલ્હી નજીક ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં પાકિસ્તાન અને ચીનનો હાથ છે. જલના તાક્તે કોલ્ટેગાંવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય પ્રધાન રાવ સાહેબ દાનવે મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા અને ખેડૂત આંદોલન ની પાછળ ભારતના પાડોશી દેશોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો

કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન ચાલુ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ પણ વધી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે એ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું છે. ભાજપના નેતા રાવ સાહેબ દાનવેએ આ આંદોલન પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો 14 દિવસથી દિલ્હી બોર્ડર પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાટાઘાટો થઈ છે. બધી વાતચીત અનિર્ણિત હતી. આજે છઠ્ઠા રાઉન્ડની વાતચીત થવાની હતી, પરંતુ તે પહેલા મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ વાતચીત પરિણામ વગરની રહી હતી. જ્યાર બાદ ખેડૂત આગેવાનોએ આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવા જણાવ્યું હતું.

(11:23 pm IST)