Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

મુંબઈના ફોર્ટ વિસ્તારમાં 150 વર્ષ જુના સોમૈયા ભવનના કિતાબ ખાના બુક શોપમાં આગ ભભૂકી

ફાયર બ્રિગેડના આઠ બંબા ઘટનાસ્થળે પહોંચ્યા : બિલ્ડિંગમાંથી 30 લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા

મુંબઈના ફોર્ટ વિસ્તારમાં 150 વર્ષ જુના સોમૈયા ભવનના કિતાબ ખાના બુક શોપમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની આઠ બંબા ઘટનાસ્થળે પહોંચ્યા છે.

બિલ્ડિંગમાંથી 30 લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે.કોઈ જાનહાનિ થઈ નથી.

આગ સાંજે પાંચ વાગ્યાની આસપાસ લાગી હતી. ચાર માળના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગતા આઠ ફાયર બ્રિગેડના બંબા અને છ જંબો ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચી હતી

(9:52 pm IST)